સોરઠમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વાજતે ગાજતે વિદાય : અગલે બરસ તું જલ્દી આ અને ગણપતિ બાપ્પા મોરિયાનાં જયઘોષ
- જૂનાગઢ, ઊના, વંથલી, તાલાલા, બિલખા, દેલવાડા સહિ‌તમાં ડીજેનાં સથવારે દાંડીયા રાસની રમઝટ સાથે વાજતે ગાજતે ઠેર ઠેર શોભાયાત્રા નીકળી

જૂનાગઢ, ગીર સોમનાથ: સોરઠભરમાં નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં ૧૧ દિવસીય ગણપતિ બાપ્પાની પ્રતિમાને આજે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી. અગલે બરસ તું જલ્દી આના અને ગણપતિ બાપ્પા મોરિયાનાં જયનાદ સાથે જુદા જુદા વિસ્તારોમાં નદીઓમાં શ્રીજીની નાની-મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. જ્યારે જે તે નદી વિસ્તાર આસપાસ દુર્ઘટના ન સર્જા‍ઈ તે માટે જિલ્લા કલેકટર અને પોલીસ વડાનાં સયુંક્ત પ્રયાસને લઈને બંદોબસ્ત ગોઠવાયો હતો.

વંથલી શહેરમાં એક સાથે ૧૩ ગણપતિજીની વિદાય

વંથલી : વંથલી શહેરમાં બોરડી ચોક, નવદુર્ગા ચોક, કોર્ટ રોડ સહિ‌ત વિવિધ વિસ્તારોનાં ૧૩ ગણપતિજીની પ્રતિમાઓને આજે ડીજેનાં સથવારે રાસ-ગરબાની રમઝટ સાથે જળમાં વિસર્જીત કરાઈ હતી. જેમાં સખરભવન દ્વારા ગણપતિ મહોત્સવનાં સમાપને આ ગ્રુપ દ્વારા ગણપતિનાં ફોટો વાળા ટીશર્ટ અને સાફા પહેરી બેન્ટવાઝાનાં તાલે નાચતા કુદતા શ્રીજીની પ્રતિમાઓને વિસર્જીત કરાઈ હતી.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો...