પુત્ર 7 વર્ષથી ભારતમાં લાપતા, ફ્રેન્ચ દંપત્તિ ભટકી રહ્યું છે ભવનાથનાં મેળામાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૭ વર્ષથી ભારતમાં ગૂમ થયેલા પુત્રને શોધવા ફ્રેન્ચ દંપત્તિ ભવનાથનાં મેળામાં ભટકી રહ્યું છે
- ૨૦૦૭માં સાઇકલ પર વર્લ્ડ ટુર માટે નીકળ્યા બાદ મુંબઇથી લાપત્તા થયો હતો
- કોઇએ કહ્યું, બે વર્ષ પહેલાં શિવરાત્રિના મેળામાં દેખાયો હતો માટે ૨૦
- દિવસથી જૂનાગઢ અને ભવનાથમાં પુત્રનું મોં જોવા ટળવળી રહ્યા છે વૃદ્ધ માબાપ


આશરે ૭૦ વર્ષની ઉમરનું વૃદ્ધ ફ્રેન્ચ દંપત્તિ છેલ્લા ૪ દિવસથી ભવનાથ શિવરાત્રિના મેળામાં આશ્રમો, નાગાબાવાનાં ધૂણા, ઉતારાઓ અને અન્નક્ષેત્રોમાં ભટકે છે. આ દંપત્તિ શિવરાત્રિનો મેળો માણવા નથી આવ્યું. પરંતુ ૭ વર્ષ પૂર્વે વર્લ્ડ સાયકલ ટુર પર નીકળેલા અને મુંબઇથી ગુમ થયેલા પોતાના જુવાનજોધ દીકરાને શોધવા માટે આવ્યું છે. કોઇએ તેને કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૨માં તેના પુત્રને શિવરાત્રિના મેળામાં જોયો હતો. બસ, આ એક આશાએ જ આ દંપત્તિ દર દર ભટકીને પુત્રનું મોં જોવા ટળવળી રહ્યું છે. અને દર વર્ષે ૩ થી ૪ માસ ભારત આવે છે. ફ્રાન્સનાં નોર્થ ઇસ્ટમાં આવેલા નેન્સીથી આઇટી અને ગ્રાફીક ડીઝાઇનીંગ ક્ષેત્રનો જિયાં બાપ્તિસ્ત તાલઉ નામનો ૩૨ વર્ષીય યુવાન જુલાઇ ૨૦૦૭માં સાઇકલ પર બેસીને વર્લ્ડ ટુર પર નીકળ્યો હતો.

વિવિધ દેશો બાદ તે ૭ ડિસે.નાં રોજ તે મુંબઇ ઉતર્યો હતો. ત્યાંથી તેનો કોઇ પત્તો નથી. અને તેના માતાપિતાનાં સંપર્કમાં પણ નથી. જે તે વખતે ફ્રાન્સની પોલીસ પણ તેને શોધવા મુંબઇ આવી હતી. પરંતુ નિષ્ફળતા મળી હતી. ત્યારથી લઇને આજદિન સુધી દિકરાને શોધવા તેના ફ્રાન્સનાં નિવૃત્ત જજ એવા પિતા પીટર તાલઉ અને માતા મેરીક્લેરી પોતાનો પુત્ર ભારતમાં હોવાની આશાએ કેટલાય વખતથી દર દર ભટકી રહ્યા છે. અને દર વર્ષે ૩ થી ૪ માસ ભારત આવે છે.

ખોવાયેલા પુત્રને પરત મેળવવા આ દંપતિ શું શું કરી રહ્યાં છે તે વાંચો આગળની સ્લાઈડમાં

તસવીર - મેહુલ ચોટલીયા