જળ પ્રદૂષણ અટકાવવા જનજાગૃતિ જ વિકલ્પ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વિશ્વા જળ દિને ડો. સંદિપકુમાર, ડો. શમશાદ આલમ અને ચિંતન પાઠકની અપીલ

જળ પ્રદૂષણ એટલે માનવની પ્રવૃત્તિઓને લીધે જ્યારે સરોવર, નદીઓ, મહાસાગર અને પાતાળ-જળ જેવાં પાણીનાં સ્ત્રોતો દૂષિત થવાં. જો લોકોમાં જાગૃતિ હોય તો જળ પ્રદૂષણને અટકાવી શકાય. એવું ડીએફઓ ડો. સંદિપકુમાર, ડો. શમશાદ આલમ અને ચિંતન પાઠકનું કહેવું છે.

તેઓ વધુમાં ઉમેરે છે કે, જળ પ્રદૂષણ એ વિશ્વ વ્યાપક સ્તરે મૃત્યુ અને રોગચાળા પાછળ રહેલું એક અગત્યનું કારણ છે. એક ગણતરી મુજબ દરરોજ ૧૪ હજાર લોકો જળ પ્રદૂષણને લીધે પોતાનો જીવ ગુમાવે છે. વિકાસશીલ દેશો તો જળ પ્રદૂષણની તીવ્ર સમસ્યાઓ સામનો કરી જ રહ્યા છે. એ ઉપરાંત ઔદ્યોગિક દેશો પણ પ્રદૂષણની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. જ્યારે પાણીનો મનુષ્ય માટેનાં પેય જળ તરીકે ઉપયોગ ન થઇ શકે અથવા જ્યારે તે માછલી જેવા તેનાં અંગભૂત જીવ સમુદાયો ટકાવવા માટે અસમર્થ બને ત્યારે લાક્ષણિક રીતે પાણીને પ્રદૂષિત ગણવામાં આવે છે.

સપાટી પરનાં જળ અને પાતાળ જળ આંતરિક રીતે સંકળાયેલા હોવા છત્તાં મોટા ભાગે તેનો એકબીજાથી અલગ હોય એવા સ્ત્રોત તરીકે અભ્યાસ કરાયો છે. અને એકબીજાથી ભિન્ન હોય એવા સ્ત્રોત ગણાયા છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કારખાના અથવા શહેરની વરસાદી પાણીની ગટરો જેવા સ્ત્રોતોથી થતા વિસર્જનને પોઇન્ટ ર્સોસ પોલ્યુશન પ્રકારનું જળ પ્રદૂષણ કહેવામાં આવે છે. જ્યારે કોઇ મોટા વિસ્તારમાંથી ધીમે ધીમે એકઠા થયેલા થોડા થોડા કચરાની એકત્રિત અસર એ અચોક્કસ સ્ત્રોતથી થતા પ્રદૂષણમાં પરિણમે છે. ઘણીવાર ખેતરો અથવા જંગલમાંથી ભારે વરસાદને કારણે ફળદ્રુપ દ્રવ્યો તાણીને સપાટી પરનાં કાંસ વાટે વહેતા વરસાદી પાણીને અચોક્કસ સ્ત્રોતથી થતું પ્રદૂષણ કહેવામાં આવે છે.

પાણીનાં સજીવ પ્રદૂષકોમાં કપડાં ધોવાનો પાઉડર, રાસાયણિક રીતે જંતુરહિ‌ત બનાવાયેલાં પેય જળમાં ક્લોરોફોર્મ જેવી જંતુરહિ‌ત રસાયણની આડપેદાશ પણ જોવા મળે છે. ખાદ્ય ઉત્પાદન એકમોમાંથી પેદા થતા કચરામાં ઓક્સિજન ખેંચતા તત્ત્વો, ચરબી અને ગ્રીસ હોઇ શકે. જંતુ વિનાશક અને ન જોઇતી વનસ્પતિઓનાં નાશ માટેની દવા, ખૂબ મોટી માત્રામાં ઓર્ગનોહેલિડ અને અન્ય રાસાયણિક સંયોજનો પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન્સમાં પેટ્રોલ, ડીઝલ, જેટ અને ખનીજ તેલ જેવાં ઇંધણો તેમજ ઊંજણ અને ઇંધણનાં જ્વલનની આડપેદાશોનો સમાવેશ થાય છે. ટૂંકમાં, જો આપણે આવાં પદાર્થોને ઓળખીને તેનો નિકાલ કરવામાં તકેદારી રાખીએ તો જળ પ્રદૂષણથી બચી શકાય.