સોનાપુરમાં ગેસ સિલીન્ડર પૂર્ણ થતા ૪ મૃતદેહ ભેગા થઇ ગયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢનાં સોનાપુર સ્મશાનમાં આજે દિવસ દરમિયાન એકા એક ગેસ સિલીન્ડર પૂર્ણ થઇ જતાં ચાર-ચાર મૃતદેહોની લાઇનો લાગી હતી. જ્યારે સ્મશાનમાં ઇલેકટ્રીક ભઠ્ઠી પણ ઉપલબ્ધ હોવા છતાં તે બંધ હાલતમાં હતી.જૂનાગઢ ગિરનાર રોડ પર સોનાપુર સ્મશાનમાં ઇલેકટ્રીક ભઠ્ઠી, ગેસ સિલીન્ડરથી ચાલતી ભઠ્ઠી તેમજ લાકડાથી મૃતદેહને અંતિમ સંસ્કાર કરી શકાય તેવી સગવડ પુરી પાડવામાં આવેલી છે. પરંતુ આજે શહેરમાંથ્ી ૧૧ મૃતદેહ આવ્યા હતા. જેમાંથી ૪ મૃતદેહને લાકડામાં તેમજ પ મૃતદેહને ગેસની ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે ૨ મૃતદેહની દફનવિધી કરવામાં આવી હતી.

આજે દિવસ દરમિયાન સ્મશાનમાં એકાએક ગેસ સિલીન્ડરો પૂર્ણ થઇ જતાં મૃતદેહની લાઇનો લાગી હતી. જ્યારે સ્મશાનમાં ઇલેકટ્રીક ભઠ્ઠીની પણ સગવડ હોવા છતાં તે બંધ હાલતમાં હોવાનું જણાયું હતું. જ્યારે સ્મશાનમાં ૩૦ બાટલા ૧૯ એપ્રિલનાં મંગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે એકાએક ગેસ સિલીન્ડર પૂર્ણ થતાં ૨૦ જેટલા ગેસ સિલીન્ડરો મંગાવાયા હતા. પરંતુ ઘણા સમયથી ઇલેકટ્રીક ભઠ્ઠી બંધ હતી તે રીપેરીંગ પણ કરવામાં આવી ન હોવાનું આજે આવી ઘટના બનતા પ્રકાશમાં આવ્યું હતું.

શું કહે છે સ્મશાનનાં સુપર વાઇઝર
સ્મશાનનાં જનરલ સુપર વાઇઝર મિતેશ પટેલે જણાવ્યુ હતું કે, ઇલેકટ્રીક ભઠ્ઠી કાલે શરૂ થઇ જશે. આજે ચાર બોડી હતી ગેસનાં બાટલા તો છે જ અમૂક ઠંડીનાં કારણે જમી ગયા હતા. બીજા બાટલા પણ આવી ગયા હતા બીજો કોઇ પ્રશ્ન થયો જ નથી કે કોઇને કંઇ મુશ્કેલી પડી નથી.

ઇલેકટ્રીક ભઠ્ઠીનું કામ ચાલુ
દિવસ દરમિયાન આજે અગિયાર મૃતદેહો સોનાપુર સ્મશાને આવ્યા હતા. જેમાંથી લાકડાથી ૪ મૃતદેહોનો અંતિમ વિધી અને પ મૃતદેહની ગેસ ભઠ્ઠીમાં અંતિમ વિધી કરવામાં આવી હતી. જ્યારે ૨ મૃતદેહની દફનવિધી કરવામાં આવી હતી. જ્યારે ઇલેકટ્રીક ભઠ્ઠી હોવા છતાં પણ બંધ છે અને અત્યારે તેનું રીપેરીંગ કામ ચાલુ હોવાનું અતુલભાઇ મકવાણાએ જણાવ્યું હતું.