તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ સોમનાથ દાદાને શીશ ઝૂકાવ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મુલાકાત : ટુરિસ્ટોની ભીડ વચ્ચે વીઆઈપીઓ પણ

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથની મુલાકાતે આજે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઇ મહેતા પરિવાર સાથે આવી પહોંચેલ હતા અને તેઓએ પરિવાર સાથે મહાદેવને શીશ ઝુંકાવી પુજા-અર્ચન કરેલ હતી. તેમજ યાત્રાધામની મુલાકાત દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઇ મહેતા તેમના પરિવાર સાથે આહિ‌ર અગ્રણી અમુભાઇ સોલંકી ચાંડુવાવ ખાતેનાં નિવાસસ્થાને ભોજનનો લ્હાવો લીધેલ હતો. તેમજ તેમની આ મુલાકાત દરમિયાન ચાંડુવાવ ગામનાં યુવા સરપંચ નારણભાઇ સોલંકી, શૈક્ષણિક સંસ્થા જે.કે.રામ કોલેજનાં પ્રિન્સીપાલ ડો.ઓધડ ઝાલા સાથે રહેલ હતા.