સુત્રાપાડાનાં કદવારમાં ફૂડ પોઇઝનીંગ : ૭ને અસર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રિક્ષાવાળા પાસેથી ખરીદેલા તરબૂચ ખાધા પછી પરિવારનાં સભ્યો ઝાડા-ઉલ્ટીમાં સપડાયા : તમામ સારવારમાં

સુત્રાપાડાનાં કદવાર ગામે રીક્ષાવાળા પાસેથી ખરીદેલા તરબુચ ખાધા બાદ સાત વ્યક્તિને ઝાડા - ઉલ્ટી શરૂ થઇ જતાં તમામને તાત્કાલીક હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતાં.

તાલુકાનાં કદવાર ગામે આજે બપોરનાં અરસામાં રીક્ષામાં તરબુચ વેંચવા આવેલા ફેરીયા પાસેથી અરવીંદભાઇ વરજાંગભાઇ વાજાના પરિવારના સભ્યોએ તરબુચ લીધા બાદ તેને ખાધા પછી લખીબેન વરજાંગ વાજા (ઉ.વ.૬૫), ભાવનાબેન (ઉ.વ.૩૦), સાગર સરમણ (ઉ.વ.૪), ધર્મેશ સરમણ (ઉ.વ.2.5), કાજલબેન અરવીંદ (ઉ.વ.૫), જલ્પાબેન (ઉ.વ.૩) અને રવિનાબેન અરવીંદ (ઉ.વ.4.5)ને ઝાડા - ઉલ્ટી શરૂ થઇ જતાં તમામને તાત્કાલીક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલ જ્યાં ડૉ.દાસ અને મેડીકલ ટીમે ત્વરીત સારવાર આપતાં તમામની સ્થિતિ સારી હોવાનું જાણવા મળે છે.

- ફળ-ફ્રુટ પકવવા કાબૉઇડ સહિત કેમિકલનો ઉપયોગ

ફળ-ફ્રુટને વહેલા પકાવવા કાબૉઇડ સહિત કેમિકલનો ઉપયોગ થતો હોય જેથી ઘણી વખતે આવા ફળ કે ફ્રુટનું પોઇઝન નુકશાન કારક બને છે તેમ છતાં તંત્ર દ્વારા માત્ર કાગળ પર કાર્યવાહી કરી ચેકીગ થાય છે.