તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Five Hours After The Death Of The Wife Hold Patinam Infinite Radial

પતિનાં મૃત્યુનાં પાંચ કલાક બાદ પત્નીએ પકડી અનંતની વાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જૂનાગઢનાં પ્લાસવા ગામનો હૃદયદ્રાવક બનાવ

જૂનાગઢનાં પ્લાસવા ગામે આજે બપોરનાં બે વાગ્યાની આસપાસ વૃધ્ધને હદયરોગનો હુમલો આવી જતાં સારવારમાં તેમનું મોત નિપજ્યું હતુ. હોસ્પીટલમાંથી તેમનાં મૃતદેહને ઘરે લઇ જવામાં આવ્યો હતો . જ્યાં પતિનાં આઘાતમાં તેમની પત્નીને પણ હદયરોગનો હુમલો આવી જતાં મોત નિપજ્યું હતુ.

આમ પાંચ કલાકનાં અંતરમાં જ ઘરનાં બે મોભીએ અનંતની વાટ પકડી લેતાં સોલંકી પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. આ હૃદયદ્રાવક બનાવની પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાનાં પ્લાસવા ગામે રહેતા મોહનભાઇ લાખાભાઇ સોંલકી ( ઉ.વ.૬૦)નામનાં વૃધ્ધને આજે બપોરનાં સવા બે વાગ્યાનાં અરસામાં હદયરોગનો હુમલો આવ્યા હતો. જેનાં પગલે તેમને તાત્કાલીક જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર કારગત ન નિવડતા તેમનું મોત નિપજ્યું હતું. તેમનાં મૃતદેહનું પીએમ કરી હોસ્પીટલમાંથી તેમનાં પાર્થિવદેહને ઘરે લઇ જવામાં આવ્યો હતો. જેમાં પાંચ કલાક જેવો સમય વિતી ગયો હતો. મોહનભાઇનો મૃતદેહ ઘરે પહોચતા પતિનાં પાર્થિવદેહને નિહાળતાં તેમનાં પત્ની મંજૂલાબેન આધાતમાં હતપ્રભ બની ગયાં હતાં અને તેમને પણ હદય રોગનો હુમલો આવી જતાં તાત્કાલીક જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરનાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આમ, પાંચ કલાકનાં સમયગાળામાં ઘરનાં બે મોભીએ અનંતની વાટ પકડી લેતા પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.