જૂનાગઢનાં ચોબારી પાસે કાર ભડભડ સળગી ઉઠી : દોડધામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજકોટનાં મુસ્લિમ પરિવારનો ચમત્કારીક બચાવ

રાજકોટનો મુસ્લિમ પરિવાર ઘણફુલીયાથી રાજકોટ જઇ રહ્યો હતો. તે દરમિયાન જૂનાગઢનાં ચોબારી નજીક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે કારમાં બેઠલા પરીવારનો ચમત્કારીક બચાવ થયો હતો. રોડ પર કાર સળગી ઉઠતા વાહન ઉભા રહી ગયા હતા. રોડ પર ટ્રાફીક જામ થઇ ગયો હતો. બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં ઘણફૂલીયા ગામે આવેલી દરગાહનાં દર્શન કરવા માટે રાજકોટથી મુસ્લિમ પરિવાર આવ્યો હતો. જે દરગાહનાં દર્શન કરી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન જૂનાગઢનાં ચોબારી પાસે કારમાં આગ લાગી હતી. આ અંગે મુસ્લિમ પરિવારનાં સભ્ય અસલમભાઇ અંસારીએ જણાવ્યુ હતુ કે, ચોબારી પાસે પહોચતા કારનાં બોનેટમાંથી ધુવાડા નિકળતા હતા.

ગાડી ઉભી રાખી બોટેન ખોલતા તેમા આગ લાગી હતી. જોતજોતામાં આગ વધી ગઇ હતી. કાર સળગવા લાગતા પરીવાર જનોને બહાર ઉતારી લીધા હતા. અને કાર બાજૂમાં પાર્ક કરી દીધી હતી. ભરબપોરનાં કારમાં આગ લાગતા રસ્તા પર વાહનનાં થપ્પા લાગી ગયા હતા. બનાવને પગલે મનપાનો ફાયર બ્રિગેડનો સ્ટાફ બંબા સાથે પહોંચી ગયો હતો અને મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

ઉલ્લેખનીય એ છે કે, જૂનાગઢનાં ધણફુલીયા ગામેથી દરગાહનાં દર્શન કરવા નિકળેલો રાજકોટનો પરિવાર કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે જ રસ્તામાં બનેલી આ ઘટનાથી હતપ્રભ થઇ ગયો હતો. જો કે, રાજકોટનાં મુસ્લિમ પરિવાર આ ઘટનામાં કાર સળગી પણ અંદર કોઇને કશુ ન થતાં ખુદાનો ઉપકાર માની જણાવ્યુ હતુ કે, આ બનાવ પછી હાઇવે પર પસાર થયેલા વાહન ચાલકોએ પણ મદદ કરી આફતનાં સમયે સહાનુભૂતી પણ વ્યક્ત કરી છે.