માળિયાહાટીના બસ સ્ટેન્ડમાં ઉભેલી કેશોદ-તાલાલા રૂટની બસમાં ભડકો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પરેશાની|બસનાં સાયલેન્સરમાં ટેકનિકલ ફોલ્ટ થયો હતો

માળિયા હાટીના: માળિયા બસ સ્ટેન્ડમાં ઉભેલી કેશોદ-તાલાલા રૂટની બસનાં સાયલેન્સરમાં ટેકનિકલ ફોલ્ટનાં કારણે આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે મુસાફરોનો જીવ તાળવે ચઢી ગયો હતો. અને થોડીવાર માટે ભાગદોડ મચી ગઈ હતી. કેશોદથી ઉપડતી કેશોદ-તાલાલા વાયા માળિયા હાટીના એસટી બસ આજે સાંજે માળિયા બસ સ્ટેશને આવતા જ બસનાં સાયલેન્સરમાં ટેકનિકલ ફોલ્ટના કારણે જોરદાર ભડકો થયો હતો. અને ધુમાડાનાં ગોટેગોટા નીકળતાં બસ સ્ટેશન આખું ધુમાડાથી છવાઇ ગયું હતું.

બસનાં ડ્રાઇવર ભોજાભાઇ ડાભીએ સમયસુચકતા વાપરીને તાત્કાલિક બસને ઉભી રાખી દીધી હતી. અને કન્ડકટર કાન્તીભાઇ સોલંકીએ તાત્કાલિક મુસાફરોને બસની બહાર નિકળી જવા સુચના આપી હતી. આથી બધા મુસાફરો બસની નીચે ઉતરી ગયા હતા. સદભાગ્યે આ ઘટના બસ સ્ટેન્ડમાં બની હતી. જેના કારણે મોટી દૂર્ઘટના તળી હતી અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.