લૂખ્ખાઓનાં ત્રાસથી પરિવારને હિ‌જરત કરવી પડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીયાવાડમાં રહેતા યુવાનની ફરિયાદ, શહેરમાં કાયદો-વ્યવસ્થા જેવુ કંઇ નથી
જૂનાગઢનાં કડીયાવાડ વિસ્તારમાં રહેતા યુવાને પોતાનો વારસાગત પ્લોટ વેંચાણ માટે મૂકતા આઠ જેટલા શખ્સોએ યુવાન અને તેના બનેવી પર હુમલો કરી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. તેમજ આ હુમલાખોરોનાં ત્રાસથી યુવાન પરિવારને લઇ હિ‌જરત કરી જતા ભારે ચકચાર જાગી છે.
આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢનાં કડીયાવાડ વિસ્તારમાં રહેતા મિતુલ કિશોરભાઇ કક્કડ તેને વારસામાં મળેલા પ્લોટને વેંચાણ માટે મૂક્યો હતો. મિતુલ અને તેના બનેવી રાત્રિનાં આ પ્લોટમાં બેઠા હતા. ત્યારે અગિયાર વાગ્યાનાં અરસામાં કાર નંબર જીજે- ૧૩- સીસી- ૨૪૭૭ લઇ લુખ્ખા તત્વો ત્યાં ધસી ગયા હતા. આ શખ્સો મિતુલ અને તેના બનેવી કંઇ સમજે તે પૂર્વે જ માર મારવા લાગ્યા હોય બન્ને ત્યાંથી નાસી છૂટયા હતા. જેથી ચાર બાઇક અને એક ફોરવ્હિલ લઇ આ શખ્સો મિતુલની પાછળ પડયા હતા. તેમજ મારી નાંખવાની ધમકી આપી હતી.
જે અંગે મિતુલ કક્કડે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ લુખ્ખાઓનાં ડરથી પોતે અને તેના બનેવી પરિવાર સહિ‌ત રાજકોટ હિ‌જરત કરી ગયા હતા. તેમજ મિતુલે આ અંગે મુખ્યમંત્રી સહિ‌ત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થા જેવુ ન હોવાનું કહ્યુ હતુ. તેમજ લુખ્ખા શખ્સો વગ ધરાવતા હોય પોલીસમાં પણ ડમીને હાજર કરશે એવી દહેશત વ્યક્ત કરી ધોરણસરની કાર્યવાહી કરવાની માંગણી કરતા ભારે ચકચાર જાગી છે.