માંગરોળ-માળિયા બેઠક માટે કવાયત, ભાજપમાં ૩૭થી વધુ દાવેદારો મેદાને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ભાજપનાં ઉમેદવારની પસંદગીની કવાયત)
- માંગરોળ-માળિયા બેઠક માટે કવાયત : પ્રદેશ ભાજપના નિરીક્ષકોની ટીમે માળિયા પટેલ સમાજમાં સેન્સ લીધી
- સેન્સનાં સ્થળે તો ઠીક ગામ પણ ભાજપનાં કાર્યકરોથી ઉભરાયું

માળિયાહાટીના: માંગરોળ- માળિયા વિધાનસભાની આગામી ૧૩મી સપ્ટેમ્બરે યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ઉમેદવારની કવાયત શરૂ થઇ છે જેમાં આજે અહિંના પટેલ સમાજમાં ભાજપનાં નિરીક્ષકો સેન્સ માટે આવતાં અહીં ૩૭થી વધુ ટિકીટ વાંચ્છુઓ સમર્થકો સાથે આવી પહોંચતાં પટેલ સમાજમાં ભાજપનાં કાર્યકરોનો મેળાવડો હોય તેવો માહોલ રચાયો હતો. જ્યારે આજે વિવિધ સમાજોનાં પ્રતિનિધી તરીકે અગ્રણીઓ હાજર રહ્યાં હતા. માળિયાહાટીના પટેલ સમાજમાં આજે સવારે ૧૦ વાગ્યે ભાજપનાં પ્રદેશ કક્ષાનાં નિરીક્ષકો રમેશભાઇ રૂપાપરા, બાબુભાઇ જેબલીયા અને શ્રીમતિ જશુબેન કોરાટ આવી પહોંચ્યા હતાં અને આવતાની સાથે સેન્સ માટે એક પછી એક ટિકીટ વાંચ્છુઓને મળવાનું શરૂ કર્યુ હતું. સવારથી સાંજનાં પ વાગ્યા સુધી દિભર માંગરોળ - માળિયા વિધાનસભા બેઠકમાં ભાજપનાં ઉમેદવાર બનવા ૩૭ થી વધુ અગ્રણીઓ અને કાર્યકરો તેમજ મહિ‌લા આગેવાનો નિરીક્ષકોને મળી ટિકીટ માટે દાવેદારી કરી હતી.

જયારે આ માહોલને લઇને માળિયા ગામમાં પણ જયાં જુવો તો ત્યાં ભાજપનાં કાર્યકરો જોવા મળતાં હતાં. દરમિયાન આજે નિરીક્ષકો સમક્ષ અગ્રણીઓમાં જેવોએ દાવેદારી કરી છે તેમાં લક્ષ્મણભાઇ યાદવ, નારણભાઇ ભેટાળીયા, નાજાભાઇ રામ, બચુભાઇ સિસોદીયા, હમીરસિંહ સિસોદીયા, સમીમાબેન સલીમભાઇ પઠાણ, અરવીંદભાઇ રાણીંગા, મોહનભાઇ કળથીયા, ભગવાનજીભાઇ કરગઠીયા, જી.પી. કાઠી, મુળુભાઇ જુંજીયા, મોહનભાઇ સગર, મહેશભાઈ ચુડાસમા ચોરવાડ, વેલજીભાઇ મસાણી, ગીતાબેન માલમ, જેસીંગભાઇ ભગત, દેવાભાઇ માલમ, વાલીબેન નંદાણીયા, કનુબેન ચાવડા સહિ‌ત આગેવાનોએ સમર્થકો સાથે ટિકીટની ઇચ્છા વ્યકત કરી હતી. આમ માંગરોળ - માળિયા વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને નિરીક્ષકોનાં આગમનથી જાણે માળિયામાં રાજકીય કરંટ આવ્યો હોય તેવું સર્જાયુ હતું. આમ હવે એક બેદિવસમથ્ં કોંગ્રેસનાં નિરીક્ષકો આવ્યા બાદ તેમાં ટિકીટની કવાયત હાથ ધરાશે.
આગળ વાંચો, ૨૨મીએ પાર્લામેન્ટરી બોર્ડમાં અહેવાલ રજૂ કરી : નિરીક્ષકો, ભાજપનાં નિરીક્ષકો સામે પણ માળિયાનો સૂર વ્યકત થયો, માંગરોળની ચૂંટણીમાં સ્થાનિકોનો હક્ક પહેલાં : સોલંકી