સોરઠમાં આજથી પ્રચાર પડઘમ શાંત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સોરઠમાં આજથી પ્રચાર પડઘમ શાંત
- જંગ ઢુકડો : રાજકીય પક્ષો લોકસભા અને વિધાનસભામાં મતો અંકે કરવા - એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે
- આ ચૂંટણીમાં બંને પક્ષનાં મોટા નેતાઓની સભાનો અભાવ દેખાયો
જૂનાગઢ લોકસભાની સામાન્ય ચૂંટણીનુ મતદાન બુધવારે થનાર છે ત્યારે મતદાન આડે ગણતરીનાં કલાકો બાકી રહ્યા છે. આ સંજોગોમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોચી ગયો છે. જો કે, ચૂંટણી પંચનાં નિયમ અનુસાર આવતી કાલે છ વાગ્યા બાદ પ્રચારનાં પડઘમ બંધ થઇ જશે. જોકે આ વખતે ભાજપ કે કોંગ્રેસનાં કોઇ દિગ્જનેતાની સભા થઇ નથી. મોટા નેતા સોરઠ પર ગાજયા નથી ત્યારે હવે જોવાનુએ રહ્યુ કે મતદારો કેટલા તેના પર વરસે છે.અને તમામ પક્ષો મત અંકે કરવા એડીચોટીનુ જોર લાગવી રહ્યા છે. આમ જાહેર પ્રચાર બંધ થયા પછી મિટીંગોનો દોર શરૂ થશે.
જૂનાગઢ લોકસભા અને વિસાવદર , સોમનાથ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ૩૦ એપ્રિલનાં રોજ યોજનાર છે. ચૂંટણી આડે ત્રણ દિવસ બાકી રહ્યા છે. ચૂંટણી તંત્રએ મોટા ભાગની તૈયારીઓ આટોપી લીધી છે. મતદાન મથક પર કર્મચારીઓની ફાળવણી, ઇવીએમની ફાળવણી સહિ‌તની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. તો બીજી તરફ ચૂંટણી આડે ગણતરીનાં દિવસો બાકી હોય રાજકીય પક્ષો પણ એડીચોટીનુ જોર લાગડી રહ્યા છે. શહેરની શેરી- મહોલ્લા, ગામડાઓ ખુદી રહ્યા છે. ઓછા સયમમાં વધુ કામ કરવાનુ હોય રાત - દિવસ એક કરી રહ્યા છે.
મતદાનનાં ૪૮ કલાક પહેલા ચૂંટણી પ્રચાર પર બ્રેક લાગી જતી હોય છે.
બુધવારનાં મતદાન હોય સોમવારનાં સાંજનાં છ વાગ્યાથી પ્રચારનાં ભુંગળા બંધ થઇ જશે. અંતિમ ઘડીઓમાં રાજકીય પક્ષો મતઅંકે કરવા જોર લગાવી રહ્યા છે. જોકે દર વખતે ચૂંટણીમાં સોરઠમાં ભાજપ અને કોંગ્રેસનાં મોટા નેતા પ્રચાર માટે આવતા હોય છે. પરંતુ લોકસભાની આ ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષનાં મોટાગજાનાં નેતા દેખાયા નથી. અને લોકસભાની ચૂંટણી સ્થાનીક નેતાનાં ભરોસે છોડી દીધી છે. આ બેઠક પહેલેથી જ બન્ને પક્ષો માટે સંવેદનશલી રહી હોય કોઇ પ્રચાર માટે દેખાયા નહી.લોકસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકની ખોટ કેટલી વર્તાઇ તેનો જેતે પક્ષનાં ઉમેદાવાર જાણે . પરંતુ મોટી સભાઓ ન થતા એક તબક્કેતો તંત્રએ તો રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે આચારસંહિ‌તાનો અમલ પણ કડક રહ્યો છે.
બેનર ઉતરવા લાગ્યા
આવતીકાલથી પ્રચાર - પ્રસાર પર બ્રેક લાગી જશે. તે પહેલા શહેરમાં રાજકીય પક્ષોએ લગાવેલા બેનર હટાવવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. પ્રચારના પડઘમ બંધ થતા હોડીંગ્સ, બેનર પર દુર કરવામાં આવશે.
ખાનગી મીટીંગનો દોર શરૂ થશે
જાહેરમાં સભા અને મીટીંગનો બંધ થતા આવતીકલાથી ખાનથી મીટીંગનો દોર શરુ થશે.તેમજ નારાજ કાર્યકર્તા અને મતદારનાં મનામણા શરૂ થઇ જશે. વધુ માં વધુ મત તોડવા રાજકીય પક્ષો છેલ્લી ઘડીએ જોર લગાવી લેશે.