માંગરોળમાં 119 ક્રિટીકલ અને 9 વનરેબલ મતદાન મથકો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- માંગરોળમાં 119 ક્રિટીકલ અને 9 વનરેબલ મતદાન મથકો
- પેટા ચૂંટણી |1,91,584 મતદારો અને 218 મતદાન મથકો

જૂનાગઢ: જુનાગઢ જિલ્લામાં માંગરોળ વિધાનસભાની પેટા ચૂંટણી આગામી તા. 13 સપ્ટે.નાં રોજ યોજાનાર છે. ત્યારે માંગરોળ વિધાનસભા મતવિભાગમાં માંગરોળ અને માળિયાહાટીના તાલુકાનાં ગામોને સમાવીને 218 મતદાન મથકો પર 1,91,584 મતદારો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં 99,713 પુરૂષ મતદાર અને 91,871 સ્ત્રી મતદારો મળીને કુલ 1,91,584 મતદારો નોંધાયા છે. જેમાં 218 મતદાન મથકોમાંથી 119 મતદાન મથકો ક્રિટીકલ અને 9 મતદાન મથકો વનરેબલ તરીકે નોંધાયેલા છે. મતદાન પ્રક્રિયામાં 240 બેલેટ યુનિટ અને 240 કંટ્રોલ યુનિટ કામમાં લેવાશે. જ્યારે આ વખતે પણ બેલેટ યુનિટમાં તમામ હરીફો પછીનું છેલ્લું બટન નોટાનું ચાલું રાખવામાં આવશે.

જૂનાગઢ જિલ્લાની માંગરોળ વિધાનસભાની પેટા ચૂંટણી આગામી તા. 13 સપ્ટેમ્બનાં યોજાનાર છે. ત્યારે માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં માંગરોળ અને માળિયા હાટીના તાલુકાનાં ગામોને સમાવીને 218 મતદાન મથકો પર કુલ 1,91,584 મતદારો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં માંગરોળ મતવિસ્તારમાં 99,713 પુરૂષ મતદારો અને 91,871 સ્ત્રી મતદારો મળીને કુલ 1,91,584 મતદારો નોંધાયા છે. જ્યારે 218 મતદાન મથકોમાંથી 119 મતદાન મથકો ક્રિટીકલ અને 9 મતદાન મથકો વનરેબલ તરીકે નોંધાયેલા છે. માંગરોળ મતદાર વિભાગમાં જેન્ડર રેશીયો 956 છે.

જ્યારે મતદારો યાદી પ્રમાણે જેન્ડર રેશીયો 921 છે. જયારે જાણવા જેવી વાત એ છે કે, માંગરોળ વિધાનસભા મતદાન વિસ્તારમાં 100 ટકા મતદારો પાસે ઓળખકાર્ડ ઉપલબ્ધ છે. મતદાન પ્રક્રિયામાં 240 બેલેટ યુનિટ અને 240 કંટ્રોલ યુનિટ કામમાં લેવાશે. જ્યારે આ વખતે પણ બેલેટ યુનિટમાં તમામ હરીફો પછીનું છેલ્લું બટન નોટાનું ચાલું રાખવામાં આવશે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તમામ મતદારો કોઇ પણ અગવડ વિના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીનાં માર્ગદર્શન હેઠળ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.