માંગરોળ બેઠકમાં પ્રથમ દિવસે એક પણ ફોર્મ ઉપડયું નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
- તંત્ર પણ તૈયારીમાં : ૧.૯૧ લાખ મતદાર અને ૨૧૮ મતદાન મથકો
- જાહેરનામું પ્રસિધ્ધ : આચારસંહિ‌તાના કડક અમલનો કલેકટરનો આદેશ : વહિ‌વટી તંત્રમાં પણ બેઠકોનો દોર

જૂનાગઢ: માંગરોળ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત આજે જાહેરમાનુ પ્રસિધ્ધ થયુ છે. જો કે, આજે પ્રથમ દિવસે કોઈ ફોર્મ ઉપડયું પણ નથી અને ભરાયું પણ ન હતું. જ્યારે માંગરોળ વિધાન સભા બેઠકમાં કુલ ૧.૯૧ લાખ મતદાર છે .જયારે ૨૧૮ મતદાન મતદાન મથક આવેલા છે. જ્યારે વહિ‌વટી તંત્રમાં પણ બેઠકોનો દોર શરૂ થયો છે. માંગરોળ વિધાન સભા બેઠકની પેટા ચૂંટણી અંગે માહિ‌તી આપતા ચૂંટણી અધિકારી આલોકકુમાર પાંડેએ જણાવ્યુ હતુ કે, પેટા ચૂંટણીને ધ્યાને રાખી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

વિધાનસભા બેઠક પર પુરૂષ મતદાર ૯૯૭૧૩ અને મહિ‌લા મતદાર ૯૧૮૭૧ મળી કુલ મતદાર ૧૯૧પ૮૪ છે. તેમજ બેઠકમાં કુલ મતદાન મથક ૨૧૮ છે. જેમાં વનરેબલ ૯ અને ક્રિટીકલ મતદાન મથક ૧૧૯ છે. તેમજ જૂનાગઢ જિલ્લામાં આચારસંહિ‌તા લાગુ પડતા એફએસટી અને એસએસટીની ટીમ કાર્યરત થઇ ગઇ છે. અને આચારસંહિ‌તની ભંગ પર પુરતુ ધ્યાન આપવામાં આવશે.

૧૪ નોડલ ઓફિસરની નિમણૂંક કરાઇ

માંગરોળ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને ધ્યાને રાખી ૧૪ નોડલ ઓફિસરની નિમણુંક કરવામાાં આવી છે.આજે નોડલ ઓફિસર સાથે કલેકટરએ મીટીંગ યોજી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.

મતગણતરી જૂનાગઢ થશે

માંગરોળ વિધાનસભા બેઠકની ચૂંટણીનુ મતદાન ૧૩ સપ્ટેબરનાં યોજાશે. બાદ તા. ૧૬નાં મતગણતરી જૂનાગઢ કૃષિ યુનિ.માં કરવામાં આવનાર છે.