- સુત્રાપાડામાં પ્રા. શિક્ષક સંઘનું અધિવેશન યોજાયું : ભવન માટે પાંચ લાખનું તો સ્થળ પર જ અનુદાન મળ્યું
સુત્રાપાડા: સુત્રાપાડામાં તાલુકા પ્રાથમિક શૈક્ષણિક અધિવેશન યોજાયું હતું. જેમાં ગીર-સોમનાથ જિલ્લામાં શૈક્ષણિક ભવન બનાવવાનો નિર્ણય કરાયો હતો. આ તકે નિવૃત શિક્ષકોનું સન્માન કરાયું હતું. સુત્રાપાડામાં આજે તાલુકા પ્રાથમિક શૈક્ષણિક અધિવેશન શિક્ષક સંઘ દ્વારા યોજાયું હતું. જેમાં તાલુકાભરમાંથી શિક્ષકો હાજર રહ્યા હતા. આ અધિવેશનમાં રામશીભાઇ પંપાણીયાએ નવરચિત ગીર-સોમનાથ જિલ્લામાં શૈક્ષણિક ભવન બનાવવાની દરખાસ્ત મુકતા આ નિર્ણયને સૌ કોઇએ આવકાર્યો હતો અને જિલ્લા સંઘનાં કોષાધ્યક્ષ ભરતભાઇ ચીરોલીયા દ્વારા 1,11,111, જિલ્લા સંઘનાં પ્રમુખ રામશીભાઇ દ્વારા 51,151 ની રકમ ભવન માટે અર્પણ કરી હતી.
આમ ભવન માટે 5 લાખનો ફાળો સ્વૈચ્છીક રીતે નોંધાયો હતો. આ તકે નાથબાપુ સહિત 6 નિવૃત શિક્ષકોનું સન્માન કરાયુ હતું. આ અધિવેશનમાં રાજ્ય સંઘનાં પ્રમુખ ચંદુભાઇ જોષી, મહામંત્રી બળદેવભાઇ ચૌધરી, કોષાધ્યક્ષ રામશીભાઇ પંપાણીયા, પ્રવિણાબેન, જિ.પં. શિક્ષણ સમિતીનાં ચેરમેન સુરસિંહભાઇ મોરી, ગીરીશભાઇ પટેલ, પ્રાંચી માધવરાયનાં મહંત ઋષીબાપુ, નવર્દુગા મંદિરનાં મહંત, જૂનાગઢ જિલ્લા સંઘનાં પ્રમુખ રાજુભાઇ ભેડા, મહામંત્રી જેન્તીભાઇ શીલુ, ગીર-સોમનાથ સંઘનાં મહામંત્રી દિપકભાઇ નિમાવત, સુત્રાપાડાનાં ફળદુભાઇ, ઊનાનાં જયેશભાઇ ગોસ્વામી સહિતનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા શિક્ષક સંઘનાં પ્રમુખ લાખાભાઇ વાળા, મહામંત્રી માલાભાઇ ઝાલા સહિતનાં હોદ્દેદારો અને પે-સેન્ટર શાળાનાં આચાર્યોએ જહેમત ઉઠાવી હતી.આ અિધવેશનમાં શિક્ષણ વિભાગની યોજનાઓનો ઉલ્લેખ થયો હતો.