કચ્છમાં તીવ્ર અને તાલાલામાં હળવો આંચકો, લોકો ભયભીત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં આજે સાંજે ૩.૨ની તીવ્રતાનો ભારે અને તાલાલામાં ૧.૩ની તીવ્રતાનો હળવો આંચકો અનુભવાયો હતો. કચ્છ પંથકમાં આજે સાંજનાં ૫.૫૦ મિનિટે ૩.૨ની તીવ્રતાનાં ભારે આંચકાથી ધરા ધ્રૂજી હતી.

આ આંચકાનું એ.પી. સેન્ટર ખાવડાથી ૫૩ કી.મી. દુર નોર્થ - વેસ્ટમાં નોંધાયું હતું.ત્યારબાદ તાલાલામાં સાંજનાં ૬.૩૬ મિનિટે ૧.૯ની તીવ્રતાનો હળવો આંચકો આવેલ જેનું એ.પી. સેન્ટર ૩૭ કી.મી. દુર સાઉથ - વેસ્ટમાં રહેવા પામ્યું હતું. તાલાલામાં ભૂકંપના આંચકા અવારનવાર અનુભવતાં જ રહે છે. કચ્છની જેમ ત્યાં સિસ્મીક ઝોનનો અનુભવ થતો રહે છે. કડકડતી ઠંડીમાં આંચકો આવતાં લોકો વધારે ભયભીત બન્યા છે. સંભવિત દુર્ઘટનામાં ઘરની બહાર કેમ રહેવું.