તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dolataparamam Tussle Between The Two Groups In Terms Of Duration Bolavanam

દોલતપરામાં ગાળો બોલવાનાં મામલે બે જૂથ વચ્ચે મારામારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહિલાની ૪ સામે ફરિયાદ
- સામા પક્ષે મહિલા સહિત ૬ સામે ફરિયાદ


જૂનાગઢનાં દોલતપરામાં ગઇકાલે ગાળો બોલવા અંગનાં જૂનાં મનદુ:ખમાં બે જૂથો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એક પક્ષે મહિલા સહિત ૬ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે મહિલાએ ૪ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસમાંથી પ્રાપ્તવીગતો મુજબ, જૂનાગઢનાં દોલતપરામાં રહેતી રેખાબેન પોપટભાઇ ડાભી (ઉ.૩૮) નામની મહિલાએ દોલતપરામાંજ રહેતા મુકેશ નરશી પાણખાણીયા, તેના પિતા નરશીભાઇ અને ભાઇઓ રાજેશ તથા હિતેષ સામે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે, મુકેશે ગઇકાલે બપોરે ૩:૩૦ વાગ્યાનાં અરસામાં પોતાની પાસે મોટરસાઇકલ ઉભું રાખી બાદમાં ગાળો કાઢી હતી. જેમાં તેનાં પિતા અને છોકરાઓએ પણ સૂર પૂરાવ્યો હતો. અને નરશીએ પોતાને લાકડીથી માર માર્યો હતો.

જ્યારે સામાપક્ષે મુકેશ નરશી પાણખાણીયા (ઉ. ૪૩) એ વિશાલ, રેખાબેન, સાગર અને ૩ અજાણય માણસો સામે નોંધાવેલી ફરિયાદમાં એવું જણાવ્યું છે કે, રેખાબેનનાં છોકરાઓ અગાઉ ગાળો બોલતા હોઇ તેઓને ગાળો બોલવાની ના પાડતાં વિશાલે પોતાને માથામાં લાકડાનો ધોકો માર્યો હતો. અને બાકીનાંઓને પણ એ લોકોએ ફટકારી ગાળો દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની તપાસ એએસઆઇ જી. જે. ઠુમર ચલાવી રહ્યા છે. સામાન્ય બાબતને લઇને વાત પોલીસ સુધી પહોંચી ગઇ હતી.