- માણાવદર શહેરમાં મોત બની ઝળુંબતો જર્જરીત પાણીનો ટાંકો
માણાવદર શહેરમાં આવેલા વર્ષો જૂનો પાણીનો ટાંકો જર્જરીત થઇ ગયો છે. ટાંકાનું પ્લાસ્ટર ઉખડી જતાં ખીલાસરી દેખાય છે. જયારે આ ટાંકો જમીનદોસ્ત થશે ત્યારે બાજુમાં આવેલો રહેણાંક વિસ્તાર, પસાર થતો રોડ, તેમજ પાલિકાની સભ્ય ઓફિસ પર મોતનું તાંડવ ખેલાશે એવું લોકોમાં ચર્ચાઇ રહયું છે.
માણાવદરનાં બસ સ્ટેશન સામે આવેલા વર્ષો જુના પાણીનાં ટાંકાની સ્થિતિ જર્જરીત છે. અને તેમાંથી જ શહેરને પીવાનું પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. જયારે આ ટાંકાનું પ્લાસ્ટર તૂટી ગયું છે. અને તેમાંથી ખીલાસરી દેખાઇ રહી છે. ટાંકો અત્યંત જર્જરીત હાલતમાં હોઇ ગમે ત્યારે તૂટી પડવાની ભિતી સેવાઇ રહી છે. જયારે આ વિસ્તારમાં ન.પા.ની સભ્ય ઓફિસ, હાઇવે રોડ સહિતનો રહેણાંક વિસ્તાર આવેલો છે. આ અંગે સામાજીક કાર્યકર પ્રફુલભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, બસ સ્ટેશન નજીક હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે.
જયારે મોત બની ઝળુંબતો આ ટાંકો ગમે ત્યારે તૂટી પડવાની ભિતી સેવાઇ રહી છે. જયારે આ ટાંકો તૂટશે ત્યારે અનેક લોકોની જીંદગી હોમાઇ જશે તેવી દહેશત પણ લોકોમાં ફેલાઇ છે. જયારે આ પ્રશ્ને તંત્રને અનેક રજૂઆતો છતાં કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જયારે મોતનું તાંડવ ખેલાશે ત્યારે આ જવાબદારી કોની રહેશે? આ અંગે તત્કાળ યોગ્ય કાર્યવાહી કરી આ ટાંકાને પાડી નવા ટાંકાનું નિર્માણ કરવા માંગ ઉઠી છે.
- રહેણાંક વિસ્તાર ખાલી કરવા નોટીસ અપાઈ
જર્જરીત ટાંકા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાન ખાલી કરવા માટેની નોટીસ આપી છે. છતાં પણ ફરી રીમાઇન્ડ નોટીસ આપી કાર્યવાહી કરીશું એમ નગરપાલિકાનાં ચીફ ઓફિસર કનેરીયાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.