તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્હેલશાર્ક માટે ગુજરાતનો દરિયો બન્યો ‘મૃત સમુદ્ર’, વધુ બે મૃતદેહ મળ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોડીનારનાં દરિયામાંથી વધુ બે વ્હેલશાર્કનાં મૃતદેહ મળ્યા
- તપાસ જરૂરી : ઊના-કોડીનાર પંથકમાં ૮ દિ’માં ૪નાં મોત
-
પ્રકૃતિ પ્રેમીઓમાં આ કમોતને લઈને ચિંતાનું મોજું પ્રસર્યું

કોડીનારનાં સરખડીમાંથી વ્હેલ શાર્કનાં મૃતદેહ મળ્યાની હજુ શાહી સુકાઇ નથી ત્યાં માઢવાડનાં દરિયામાંથી વધુ બે વ્હેલનાં મૃતદેહ મળી આવતાં પ્રકૃતિ પ્રેમીઓમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. અઠવાડીયા પહેલા ઊનાનાં રાજપરાનાં દરિયામાંથી વ્હેલનો મૃતદેહ મળી આવ્યો હતો.

કોડીનારથી ૨૨ કીમીનાં અંતરે માઢવાડ બંદરનાં દરિયાકાંઠેથી ૧૦૦ મીટર દુર વ્હેલશાર્ક માછલીનાં વધુ બે મૃતદેહ મળી આવતાં પ્રકૃતિ નેચર કલબની ટીમ અને વન વિભાગનો કાફલો વેટરનરી તબીબો સાથે સ્થળ પર દોડી ગયો હતો. આ બંને માછલીનું પીએમ કરાયા બાદ સ્થળ પર જ દફનવિધી કરાઇ હતી.

આગળ વાંચો શું કારણ છે વ્હેલનાં મોતનું

http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-large-dead-whale-arrive-on-una-shore-4420797-PHO.html

http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-dead-sracc-find-at-kodinar-4422016-NOR.html