બોર્ડનો મહાકુંભ : ઊનામાં પહેલા જ દિવસે ત્રણ કોપી કેસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધો-૧૦નું ગણિતનું પેપર એકંદરે સરળ : છાત્રો ખુશખુશાલ
-
બોર્ડનો મહાકુંભ : જૂનાગઢ અને ગીર-સોમનાથનાં પરીક્ષા કેન્દ્રો પર કુમકુમ તિલક અને મોં મીઠુ કરાવી છાત્રોને આવકાર

સોરઠનાં બંને જિલ્લાઓમાં આજે ધો-૧૦ અને ૧૨ની પરિક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો. જ્યારે ધો-૧૦માં સોરઠનાં પ૪ હજાર વિદ્યાર્થીઓ અને ધો-૧૨માં ૪૦ હજાર વિદ્યાર્થીઓએ પરિક્ષા આપવાનાં હોય ત્યારે આજે પ્રથમ દિવસે તમામ કેન્દ્રો પર છાત્રોને ગુલાબનું ફૂલ, કુંમકુમ તિલક કરી મોં મીઠા સાથે આવકાર્યા હતા. જ્યારે પહેલા જ દિવસે ધો-૧૦ અને ૧૨ની પરિક્ષામાં ઊનામાં ધો-૧૦માં ૧ અને ધો-૧૨માં ૨ એમ ત્રણ કોપી કેસ થતા ભારે ફફડાટ પણ સર્જા‍યો હતો.

જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં આજે ધો.૧૦ ગણિત વિષયની પરીક્ષામાં ટોટલ પ૦,૨૭૦ વિદ્યાર્થીઓમાંથી ૪૯,૪૭૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૭૯૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ઊનાની શીશુ ભારતી માધ્યમિક શાળા પરીક્ષા કેન્દ્રમાં ગેરરિતી કરતી વિદ્યાર્થીની પુનમબેન કિશનભાઇ સાંખટ સીટ નં. સી ૦૯૬૮૧૬૮ને ઝડપી પાડી કોપીકેસ કરવામાં આવ્યો હતો. જ્યારે આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મુળ તત્ત્વો વિષયનું પેપર લેવાયુ હતું. જેમાં કુલ ૧૬પપપ વિદ્યાર્થીઓમાંથી ૧૬૪૧પએ પરીક્ષા આપી હતી. અને ૧૮૦ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ઊના કેન્દ્ર પરથી સ્વામીનારાયણ ગુરૂકુલમાં સંજય બાબુભાઇ રાઠોડ સીટ નં.પ૬૯૮૯૮ તથા ગીરનારા વિપુલ લખમણભાઇ સીટ નં.પ૬૯૮૮૬ને ચોરી કરતા ઝડપી લઇ કોપી કેસ કરવામાં આવ્યા હતો. વિજ્ઞાન પ્રવાહનાં ત્રણ કેન્દ્ર પરથી પ૬પપ વિદ્યાર્થીઓએ આજે ફીઝીક્સનું પેપર આપ્યું હતું. જ્યારે ૬૪ છાત્રો ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. તેમજ ઊના સિવાય અન્ય કોઇ સ્થળે કોપી કેસનાં બનાવો સામે આવ્યા ન હતા. તેમજ ધો.૧૦નું ગુજરાતીનું પેપર પણ એકંદરે સરળ રહ્યું હતું. જેથી પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ હાંસકારો અનુભવ્યો હતો.

આગળ વાંચો વધુ વિગત