તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીલખામાં પાંચ આંગણવાડી ચોમાસામાં ‘બેટ’માં ફેરવાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ખાડીમાં ભરતી કરીને બાંધકામ ન કરાતાં આ સ્થિતિ

બીલખાનાં રાવતપરા વિસ્તારમાં પાંચ આંગણવાડી ચોમાસામાં બેટમાં ફેરવાઇ ગઇ છે. ખાડીમાં માટીની ભરતી કરીને બાંધકામ ન કરાતાં આ સ્થિતિ સર્જાતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. બીલખાનાં વિવિધ વિસ્તારોમાં સરકારે કુલ ૧૨ આંગણવાડીનો પ્રોજેક્ટ મંજૂર કર્યા બાદ પંચાયતે આપેલ મર્યાદીત જમીનમાં આંગણવાડી બનાવવાનું કામ પૂર્ણ થવાનાં આરે છે.

જેમાં રાવતપરા વિસ્તારમાં આવેલ ખાડીમાં એક સાથે પાંચ આંગણવાડી બનાવવામાં આવેલ છે. આ પડતર જમીન વરસોથી પાણીનાં નિકાલનો ખાડો હતો. રાવતપરા વિસ્તારની તમામ શેરીઓનાં ચોમાસાનાં પાણીનો નિકાલ અહિંયા થતો હતો. જે તે સમયે ખાડીયા વિસ્તારમાં આંગણવાડી બનાવવાનું કામ શરૂ થયું ત્યારે રહિશોએ ભરતી કરીને કામ ચાલુ કરવા જણાવેલ.

પરંતુ તંત્ર દ્વારા આ રજૂઆતોની અવગણનાં કરી કામ પૂર્ણ કરી દેવાતાં આ વિસ્તારની પાંચેય આંગણવાડીઓ ચોમાસામાં જાણે કે બેટમાં ફેરવાઇ ગઇ હોય એવી હાલતમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય એ છે કે, આક તરફ આંગણવાડીમાં સુવિધા સહિતની વાતો થાય છે ત્યારે અહીં તો આ સ્થિતિથી ભૂલકાઓ માટે મુશ્કેલીના દિવસો નક્કી ગણાય છે.

- ભવિષ્યમાં ભુલકાઓનું શું ? : લોકોમાં ચિંતા

ટાપુમાં ફેરવાઇ ગયેલી આ આંગણવાડીમાં ભુલકાઓ કેવી રીતે પહોંચી શકશે એ મોટો સવાલ છે. ત્યારે અહીંયા આસપાસ ભરતી કરવામાં આવે એવી લોકોમાંથી પ્રબળ માંગણી ઉઠી છે.