તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશ નોકરીની લાલચ ભારે પડી, ગઠિયાએ લગાવ્યો લાખ્ખોનો ચૂનો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જૂનાગઢનાં યુવાનને નોકરીની લાલચ આપી ૧.૩૦ લાખ પડાવ્યા
- કૌભાંડ : કેનેડામાં કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી અપાવવાનો વાયદો કર્યો 'તો
-
જાહેર ખબર વાંચીને માત્ર ફોન પર વાત કરી રૂપિયા કૌભાંડીયાનાં ખાતામાં ચૂકવી દીધા
- ફોન ન ઉપડતાં કરી ફરિયાદ


જૂનાગઢનાં યુવાનને કેનેડામાં કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી અપાવી દેવાની લાલચ આપી અમદાવાદનાં એક ગઠિયાએ બેંક એકાઉન્ટ મારફત રૂ. ૧.૩૦ લાખ પડાવી લીધા હતા. અખબારમાં આવતી જાહેરાત થકી યુવાને ગઠિયાનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ રૂપિયા ચૂકવી દેવાયા બાદ ગઠિયાએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આથી છેતરાયાનો અહેસાસ થતાં યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસમાંથી પ્રાપ્ત વીગતો મુજબ, જૂનાગઢમાં રહેતો જીજ્ઞેશ વિનોદભાઇ (ઉ.૩૦) નામનો યુવાન એસટી માં હેલ્પર તરીકે હંગામી નોકરી કરે છે.

તેણે થોડા દિવસો પહેલાં કેનેડામાં એક મોલમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી અપાવી દેવાની એક અખબારી જાહેરાત વાંચીને તેમાં આપેલા નંબર પર ફોન કર્યો હતો. સ્વાભાવિક પણે જ તેણે એ નંબર પર ફોન કર્યો. પેલાએ પોતાનું નામ વિપુલ પટેલ અને અમદાવાદમાં રહેતો હોવાનું જણાવ્યું. જીજ્ઞેશની તેની સાથે નિયમીતપણે વાતો થવા લાગી. વિદેશ જવા માટે પાસપોર્ટની ઝેરોક્ષની નકલ, અન્ય દસ્તાવેજોની નકલો, વગેરેને લઇને નિયમીતપણે વિપુલે જીજ્ઞેશ સાથે સંપર્ક વધાર્યો.

આગળ વાંચો કેવી રીતે આચર્યું કૌભાંડ