તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે બીલખા ચેમ્બરે આપ્યું બંધનું એલાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લોકરોષ : સરકારી દવાખાનાનાં બાંધકામનો કોન્ટ્રાકટ અપાયો હોવા છતાં એજન્સીએ નિયત સમય અવધિમાં બાંધકામ ન કરતાં
- ૧લી જુલાઈએ દવાખાનાનું કામ શરૂ કરી દેવાની ખાતરી અપાઈ હતી
- વેપારીઓ અને ગ્રામજનો બંધ પાળી કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદન આપશે


બીલખામાં સરકારી દવાખાનાનાં અધ્યતન બિલ્ડીંગનાં નિર્માણનું કામ શરૂ ન કરાતા ચેમ્બર દ્વારા આવતીકાલે ગામ બંધનું એલાન આપ્યું છે. આ કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવા કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદન પણ આપવામાં આવશે.

બીલખામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનાં અધ્યતન બિલ્ડીંગનાં નિર્માણ માટે સરકારે બે કરોડ જેવી રકમ મંજૂર કર્યા બાદ એક એજન્સીને બાંધકામનો વર્કઓર્ડર પણ આપી દેવામાં આવેલ. આ બિલ્ડીંગનું કામ ૪ જૂલાઇ સુધીમાં પૂર્ણ કરવાની મુદત અપાયેલી હોવા છતાં આજસુધી કામ શરૂ ન થતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ અંગે પીઆઇવીનાં કાર્યપાલક ઇજનેર દ્વારા ૧ લી જૂલાઇનાં રોજ એજન્સી દ્વારા કામ શરૂ કરી દેવાશે એવી ખાત્રી ચેમ્બર ઓફ કોમર્સને આપવામાં આવી હતી. પરંતુ આજે ૧લી તારીખ આવી ગઇ હોવા છતાં એજન્સીએ કામ શરૂ ન કરતા બીલખાની મોઢવણીક મહાજન વાડીમાં તાકીદે સભા બોલાવવામાં આવેલ જેમાં તમામ વેપારીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આ મુદ્દે આવતીકાલે ગામ સજજડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

આમ ચેમ્બર્સનાં નેજા હેઠળે આવતીકાલે બીલખા સજજડ બંધ પાડનાર છે. આ ઉપરાંત રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન આપી દવાખાનાનાં બિલ્ડીંગનું કામ તાત્કાલિક શરૂ કરવા ઉગ્ર માંગણી કરાશે. ઉલ્લેખનીય એ છે કે, આરોગ્ય લક્ષી સુવિધામાં વધારો કરવાની તંત્રની વાતો હોય છે પરંતુ અહીં તો સરકારી દવાખાનાનું કામ શરૂ કરવામાં થઈ રહેલા વિલંબ પછી પણ તંત્ર દ્વારા માત્ર ખાતરી જ અપાઈ છે તેનો રોજ આ ગામમાં જોવા મળી રહ્યો છે.

- માંગણી નહી સંતોષાય તો જલદ આંદોલન

એજન્સી દ્વારા નિધૉરીત મુદત પહેલા દવાખાનાનું બાંધકામ શરૂ કરવાની માંગણી સાથે આવતીકાલે બીલખા સજજડ બંધ રહેનાર છે અને આ માંગણી નહી સંતોષાય તો આગામી તબક્કે જલદ આંદોલન કરવાની પણ ચેમ્બરે ચિમકી આપી છે.