સોરઠમાં ભૂદેવો પરશુરામમય બન્યા, ઠેર-ઠેર પૂજા-અર્ચના

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આરાધ્યદેવની જન્મ જયંતિની પૂજા-અર્ચના, શોભાયાત્રા સાથે ભાવભેર ઉજવણી : શોભાયાત્રામાં ભગવાન પરશુરામ અને ફરશીનો ફ્લોટસ આકર્ષક

સોરઠમાં આજે સમસ્ત બ્રહ્નસમાજ ભગવાન પરશુરામની ભકિતમાં ભાવવિભોર બન્યો હતો. જૂનાગઢ, કોડીનાર, કેશોદ, તાલાલા સહિતનાં નગરોમાં પૂજાઅર્ચના, શોભાયાત્રા સહિતનાં કાર્યક્રમો સાથે પરશુરામ જયંતિની ઉજવણી કરાઇ હતી.

જૂનાગઢ : જૂનાગઢમાં આજે બ્રહ્નસમાજ પરશુરામ યુવા સેના દ્વારા સમાજની શાંતિ અને સમૃધ્ધિ માટે સવારનાં રાજગોર વિધાર્થી ભવન ખાતે હોમ હવનનું આયોજન કરાયું હતું. જ્યારે સાંજે જવાહરરોડ સ્વામિ મંદિર ખાતેથી શોભાયાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રહ્નસમાજ પરિવારો, યુવાનો, અગ્રણીઓ જોડાયા હતાં આ શોભાયાત્રા ભૂતનાથ મંદિરે સંપન્ન થતા હરહર મહાદેવનાં નારા ગૂજ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા પરેશ ત્રિવેદીએ, ગૌરાંગ જોષી, કાર્તિક ઠાકર, કેતન મહેતા, મિલન પાઠક સહિતનાઓએ જહેત ઉઠાવી હતી.

જૂનાગઢમાં ઠેર ઠેર નિકળી શોભાયાત્રા, વાંચવા ફોટો સ્લાઇડ કરો....