• Gujarati News
  • CBI Coming In Civil Hospital At Junagadh For Children

જૂનાગઢ: થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે સિવિલ હોસ્પિટલમાં CBI આવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ૨૩ થેલેસેમીયાગ્રસ્ત બાળકોનાં વાલીઓને અમદાવાદનુ તેડુ, સીબીઆઇ કોર્ટમાં નિવેદન લેવાશે
જૂનાગઢ: જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને એચઆઇવીનો ચેપ લાગી ગયો હતો. આ બનાવની તપાસ હાલ સીબીઆઇ કરી રહી છે. ત્યારે આજે સીબીઆઇની ટીમ જૂનાગઢ આવી હતી અને થેલેસેમીયા ગ્રસ્ત ૨૩ બાળકોનાં વાલીઓને તારીખ ૫ સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદ સીબીઆઇ કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતુ. સીબીઆઇ કોર્ટમાં વાલીઓનાં નિવેદન લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સપ્તાહમાં બે દિવસ થેલેસેમીયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવવામાં આવે છે. અહીં સારવાર લેતા ૨૩ થેલેસેમીયાગ્રસ્ત બાળકોને એચઆઇવની ચેપ લાગી ગયો હતો. આ અંગે વાલીઓને પોલીસ ફરીયાદ કરી હતી તેમજ હાઇકોર્ટમાં અરજી થઇ હતી. જેનાં પગલે હાઇકોર્ટ આ સમ્રગ બનાવની તપાસ સીબીઆઇને સોંપી હતી. જેના પગલે છેલ્લા લાંબા સયમથી સીબીઆઇ આ કેસની તપાસ કરી રહી છે. અવાન નવાર આ કેસને લઇને સીબીઆઇ જૂનાગઢ આવી ગઇ છે. ત્યારે આજે વધુ એક વખત સીબીઆઇની ટીમ જૂનાગઢ આવી હતી અને ૨૩ થેલેસેમીયાગ્રસ્ત બાળકોનાં વાલીઓને અમદાવાદ સીબીઆઇ કોર્ટમાં હાજર રહેવા જણાવ્યુ હતુ.
તારીખ ૫ સપ્ટેમ્બરે વાલીઓને કોર્ટમાં હાજર રહેવાનુ રહેશે. અહીંયા કોર્ટમાં વાલીઓનાં નિવેદન લેવામાં આવનાર હોવાનુ જાણવા મળ્યુ છે. જોકે આજ સુધીમાં પ્રથમ વખત સીબીઆઇની કોર્ટ દ્વારા વાલીઓને બોલાવવામાં આવ્યા છે અને તેની નિવેદનની નોંધ લેવામાં આવનાર છે. આગામી દિવસોમાં આ કેસમાં કોઇ નવો વળાંક આવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.