• Gujarati News
  • Blast Baudhdhagaya The Dwarka Somnath Alert, Intensive Checking

બૌધ્ધગયા બ્લાસ્ટને પગલે દ્વારકા-સોમનાથમાં એલર્ટ, સધન ચેકિંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બન્ને તીર્થધામમાં સુરક્ષા વ્યવસ્થા સજજડ કરવામાં આવી : હોટલો-ગેસ્ટહાઉસમાં ચેકિંગ

બિહારના બૌધ્ધગયા મંદિરમાં થયેલા સિરિયલ બ્લાસ્ટને પગલે સૌરાષ્ટ્રના દ્વારકા અને સોમનાથ મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાઇ છે. શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકાઓને પગલે દેશના ૧૯ મંદિરોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમાં સૌરાષ્ટ્રના આ બે મંદિરનો સમાવેશ થાય છે.

દ્વારકામાં એક તરફ અહીં ૧૦મીએ રથયાત્રા મહોત્સવ યોજનાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જ ત્રાસવાદી હુમલાની દહેશત ઉભી થતાં અહીં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. મંદિરે આવતા દર્શનાર્થીઓની ચકાસણી ઉપરાંત જવાનો અને સી.સી.ટીવી. કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા શહેરમાં આવેલી હોટલો, ગેસ્ટહાઉસ અને ધર્મશાળામાં ઉતરેલા પ્રવાસીઓની ઓળખ સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે. તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જેવા જાહેર સ્થળોએ પણ મેટલ ડિરેક્ટર દ્વારા ચેકીગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ શકમંદ શખસોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આગળ વાચો : દ્વારકામાં એસઓજીની ટુકડીએ નિરીક્ષણ કર્યું, સોમનાથની સુરક્ષા જડબેસલાક કરાઇ