તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BJP સાસંદ દિનૂ સોલંકી અને મોદીની કેટલીક તસવીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીબીઆઈ મંગળવારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ દીનૂ સોલંકીને આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની હત્યાના મામલે ધરપકડ કરી લીધી છે.
સીબીઆઈએ એક અધિકારીને જણાવ્યું કે જૂનાગઢના બીજેપી સાંસદ સોલંકીની નવી દિલ્હીમાં સીબીઆઈની ઓફીસમાં અમિત જેઠવા હત્યા મામલે સાત કલાક સુધી પૂછપરછ કરવામાં આવી અને ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી.
આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 20 જુલાઈ, 2010માં ગુજરાત હાઈકોર્ટ બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમિત જેઠવાએ પર્યાવરણ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો જેના આધારે ગીરના જંગલમાં પર્યાવરણનું નુકશાન કરવા અંગે આરટીઆઈ હેઠળ માહિતી માંગી તપાસ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ અમિત જેઠવાની હિચકારી હત્યા થઈ હતી.
થોડા સમય પહેલાં મુખ્યમંત્રીનો અભિવાદન સમારોહ જુનાગઢમાં યોજાયો હતો જેમાં દિનુ સોલંકી પણ હાજર રહ્યા હતા. તેમની કેટલીક તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતાં જાવ...
તસવીરો: મેહુલ ચોટલિયા