• Gujarati News
  • Bilakhamam Pancaveravalamam Chains Cilajhadapa Women Of Color Jhadapai

વેરાવળમાં ચેઇનની ચીલઝડપ કરતી મહિલાઓ રંગે હાથ ઝડપાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મરાઠી મહિલાઓની અન્ય મહિલાઓએ ધોલાઇ કરી પોલીસને સોંપી

વેરાવળમાં ચીલઝડપ કરતી સક્રિય ટોળકીને પોલીસ પકડી શકતી નથી દરમિયાન આજે સવારે વેરાવળની મોટીશાકમાર્કેટમાં શાકભાજી લેતી મહિલાના ગળામાંથી ચેન સેરવતી બે પરપ્રાંતિય મરાઠી મહિલાઓ એક મહિલાના ગળામાંથી ચેઇન સેરવતી વખતે ઝડપાય જતા ત્યાં હાજર રહેલ અન્ય મહિલાઓએ બંને મરાઠી મહિલાઓની ધોલાઇ કરી પોલીસને સોપેલ હતી.

આ અંગે જાણવા મળતી વિગતોનુસાર આજે સવારે અગીયારેક વાગ્યે વેરાવળનીમોટી શાકમાર્કેટમાં સવારે મોટી સંખ્યામાં મહિલાઓ શાક લેવા આવતી હોય છે તેનો લાભ લેવા બે પરપ્રાંતિય મરાઠી મહિલાઓ આજે આવી અત્રેની મોટી શાકમાર્કેટમાં પોતાની કળા કરી એક મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન ધક્કા - મુકી સેરવી રહેલ દરમિયાન મહિલાની નજર મરાઠી મહિલા પર પડી જતા તેને પકડી તેણીની ધોલાઇ કરી નાંખેલ.

અરસામાં આ મરાઠી મહિલા સાથે રહેલ અન્ય એક મહિલાને પણ શાકમાર્કેટમાં હાજર રહેલ અન્ય મહિલા તથા શાકભાજી વહેંચનાર અન્ય મહિલાઓએ સારો એવો મેથીપાક આપી પોલીસને બોલાવી તેઓને સોપેલ હતી. આ ઘટનાની જાણ થતા એએસઆઇ બોદુભાઇ ભાલીયા સ્ટાફ સાથે દોડી ગયેલ અને બંને મરાઠી મહિલાઓને પકડી પોલીસ સ્ટેશને લઇ આવી તલાસી હાથ લઇ પુછપરછ હાથ ધરેલ હતી.

જેમાં આ બંને મહિલા સંદુબાઇ પ્રકાશધરમી બુધ્ધમહાર મરાઠા (ઉ.વ.૪પ) તથા સુમનબાઇ તોતારામ ધરમાભાઇ મરાઠા (ઉ.વ.૩૫) મુળ મહારાષ્ટ્રના ધુલિયાની અને હાલ અમદાવાદના મણીનગર રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટીમાં રહેતી હોવાનું જણાવેલ હતું. આ બંને મરાઠી મહિલાઓ વિરૂધ્ધ પોલીસમાં કોઇએ ફરિયાદ ન નોંધાવતા પોલીસે મહિલાઓ સામે સીઆરપીસી કલમ ૧૦૯ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.