તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેરાવળ પોલીસ દ્વારા શહેરમાં વાહન લે-વેંચનો ધંધો કરતો ખારવા શખ્સ પાસેથી સાત ચોરાઉ મોટરસાયકલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.ડીસ્ટાફ પીએસઆઈ ઝાલાએ જિલ્લા પોલીસવડા ચુડાસમાની સુચના અંતર્ગત મિલ્કત વિરોધી ગુનાઓ અંગે સઘન તપાસ કરવા શહેરમાં ડી-સ્ટાફના એએસઆઈ બી.એમ.ભાલીયા, સંગ્રામસિંહ, લખમણ મેતા, જાહીદભાઈ, જે.એમ.ભટ્ટ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ગત તા.૨૪નાં રોજ ખારવા છગન નાથા વણીકને શંકાના આધારે પૂછપરછ કરતા કાગળો રજૂ કરી શકેલ નહી અને આ હોન્ડા ગત તા.૮-૧૦-૨૦૧૧ના રોજ નિલમ એપાર્ટમેન્ટમાં રહેતા વણીક ભાવેશ ભીખાલાલ શાહની હોવાનું બહાર આવેલ.
ખારવા શખ્સની પૂછપરછ કરતા તેના ઘરે છુપાવી રાખેલ અન્ય મોટરસાયકલો કાઢી આપેલ જે તેને ધોરાજીના રહેવાસી રાવળદેવ સંજય પરસોત્તમ રાઠોડ આપી ગયેલ હોવાનું જણાવેલ અને આ મોટરસાયકલો કોડીનાર, જેતપુર, ઉપલેટા સહિતનાં શહેરોમાંથી ચોરી કર્યાનું બહાર આવેલ છે. ધોરાજીના સંજય રાવળદેવને અગાઉ રાજકોટ રૂરલ પોલીસે વાહનચોરીના ગુનામાં પકડી પાડેલ અને વેરાવળ, કોડીનાર તથા જૂનાગઢમાંથી ચોરીના વાહનો કબ્જે લીધેલ હતા. હાલ આ શખ્સની ધરપકડ કરવાની બાકી હોય અને તેના પકડાયા બાદ વધુ વાહનચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા રહેલી છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.