તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢનાં ચોબારી રોડ પર મજૂરી કામનાં મુદ્દે બે યુવાનને છરી મારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સવારે થયેલી માથાકુટનો ખાર રાખી છ શખ્સો તુટી પડયા

જૂનાગઢનાં ચોબારી રોડ પર સવારનાં મજૂરીના કામને લઇને માથાકુટ થઇ હતી. તેનો ખાર રાખી બે યુવાનો પર છ શખ્સ તૂટી પડયા હતા. છરી વડે હૂમલો કરી ઇજા પહોચાડી હતી. જેને તાત્કાલીક સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બાનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં બેલીમ કાસમખાન રહેમાનખાન કમિશ્નનો ધંધો કરે છે. ત્યારે સવારનાં કરીમ અલારખા સાથે મજૂરીનાં કામને લઇને માથાકુટ થઇ હતી. જેનો ખાર રાખી સાંજનાં સમયે કરીમ અલારખા તેના બે દિકરા, તેનો ભાઇ અને તેના ભાઇનાં બે દિકરા સહિ‌ત અન્ય ચાર વ્યકિત આવીને મારમારવા લાગ્યા હતા. તેમજ છરી વડે હૂમલો કરી ઇજા પહોચાડી હતી.જેમા કાસમખાનને બે અને તેમનાં માણસ મકસુદભાઇને ત્રણ છરીનાં ઘા માર્યા હતા.

આ બનાવની જાણ ૧૦૮ને કરતા ૧૦૮નાં પાયલોટ સંજય રાઠોડ અને ડો. સલમાબેન શેખ ઘટના સ્થળે દોડી ગયા હતા. તાત્કાલીક સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને હાજર પરનાં તબીબોએ સારવાર આપી હતી. બનાવની જાણ પોલીસને કરતા પોલીસ પણ સિવિલ હોસ્પીટલે દોડી આવી હતી. અને બનાવની તપાસ હાથધરી હતી. બનાવથી ભારે ચકચાર મચી જવા પામી છે.