અસામાજીક તત્ત્વોને ડામવા માટે પોલીસનો પ્રહાર અને પ્રજાની ફરિયાદ જરુરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જૂનાગઢ શહેરમાં ગુંડાગીરી અને અસામાજીક તત્ત્વોને કાયમ માટે નાબૂદ કરવા હોય તો
-
વેપારી અગ્રણીઓ અને આગેવાનોનો મત

છેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢ શહેરમાં ચારેય દિશાઓમાંથી અસામાજીક તત્ત્વો બેફામ બનીને લોકોમાં ભય ફેલાવી રહ્યા છે. ત્યારે આ શાંત અને સંસ્કારી શહેરની ઓળખને કેટલાક મુઠ્ઠીભર લોકો ભૂંસી નાંખે એ પહેલાં પોલીસ તંત્રએ કાયદાનું ભાન કરાવવા માટે ઉદાહરણરૂપ પ્રહારો અને લોકોએ ભય વગર ફરિયાદ કરવા માટે આગળ આવવું જરુરી હોવાનો મત શહેરનાં વેપારી અગ્રણીઓ અને આગેવાનોએ વ્યક્ત કર્યો હતો. કોઇપણ જાતનાં ડર વગર કે કોઇ રોકટોક વગર કાયદાને કચડવામાં માનતા લોકોને ડામવામાં નહીં આવે તો શહેરની સ્થિતી વધુ વણસશે.

અસામાજીકોની બંને રાષ્ટ્રીય પક્ષો પર પક્કડ : અનિલ ઉદાણી
ભાજપનાં માનવઅધિકાર સેલનાં સહ કન્વીનર અનિલ ઉદાણીએ રાજ્યનાં ગૃહ વિભાગનાં ચીફ સેક્રેટરીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, જૂનાગઢમાં અસામાજીકોએ માઝા મૂકી દીધી છે. ભદ્ર વિસ્તારોમાં જઇ વેપારીઓ અને લોકોને ભયભીત કરી ખંડણી ઉઘરાવવાની પ્રક્રિયા પણ થઇ રહી છે. ચોક્કસ જૂથ ધરાવતા તત્ત્વોની મહાનગરનાં બંને રાષ્ટ્રીય પક્ષો પર સારી પક્કડ છે. જેના કારણે સામાન્ય પ્રજા પોલીસ પાસે ફરિયાદ કરવા જતાં અચકાય છે. પરિણામે શહેરનાં કેટલાય વિસ્તારોમાં આવા લોકો ઘણી વખત ખુલ્લી તલવારો સાથે ફરતા જોવા મળે છે. આ માટે ખાનગી રાહે મુખ્ય સુત્રધારો સામે ગુપ્ત રાહે ફરિયાદો લઇ એન્ટી સોશ્યલ એક્ટિવીટી એક્ટ તળે પાસામાં ધકેલી દેવા જરુરી બન્યા છે. નહીંતર ધીમે ધીમે શહેરમાંથી લોકો હિ‌જરત કરતા જોવા મળશે.

રાજકીય ઇચ્છાશક્તિનાં અભાવે વકરતી ગુંડાગીરી : રવિ ચૌહાણ
જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસનાં પ્રવક્તા રવિ ચૌહાણે જણાવ્યું છે કે, દિવાળીની રાત્રે ફટાકડા અને કપડાંની કેટલીય દુકાનોમાં રીતસર લૂંટ થઇ. મારામારીનાં બનાવો બન્યા. લોકોમાં ભય ફેલાયો. ત્યારે શાસક પક્ષની રાજકીય ઇચ્છાશક્તિનાં અભાવે અધિકારીઓ મુક્ત રીતે કામ કરી શકતા નથી. એ કારણ પણ જવાબદાર છે. એકલદોકલ વાતોથી નહીં, પરંતુ રાજકીય લોકોએ નક્કર વ્યવસ્થા કરવી જોઇએ.

આગળ વાંચો શું કહે છે આ અંગે શહેરના નાગરિકો