• Gujarati News
  • Amit Jethava Murder: Dinu Bogha Solanki In CBI Custody Till Nov 11

દિનુ બોઘાના 'હોમ ગ્રાઉન્ડ' પર CBIના ધામા, શંકાસ્પદો ભૂર્ગભમાં ઉતર્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દિનુ બોઘાનાં હોમ ગ્રાઉન્ડમાં સીબીઆઇની સતત આઠ કલાક તપાસ
- દીવમાં સીબીઆઇની ટીમનો કેમ્પ : સીબીઆઇનાં એસપી સહિ‌તનાં અધિકારીઓએ ટીમે કોડીનારમાં નિવાસસ્થાન, ગીર જંગલમાં હરમડીયા ફાર્મ અને ધંધાકીય સ્થળોએ સઘન તપાસ હાથ ધરી : દીવ અને ગીર-સોમનાથની સ્થાનિક પોલીસની લીધી મદદ
- સાંસદ દિનુ સોલંકી સામે ફરિયાદની તપાસમાં પોલીસની કામગીરી સામે હાઇકોર્ટમાં નખાયેલી ઘા, સુનાવણી આગામી પખવાડીયામાં
- સ્થાનિક અરજદારે સાંસદ સામે ૧૦ જેટલી ફરિયાદોનો ઉલ્લેખ કરી પીઆઇએલ કરી છે: આગામી ૨૧, ૨૨ નવેમ્બરે સુનાવણી દાખલ કરી છે


આરટીઆઇ એક્ટીવીસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ધરપકડ કરાયેલા જૂનાગઢનાં ભાજપ સાંસદ દિનુ બોઘા સોલંકીનાં ગઇકાલે ચાર દિવસનાં રીમાન્ડ મંજૂર થતાંની સાથે જ આજે સાંસદનાં હોમગ્રાઉન્ડ એવા કોડીનારમાં સીબીઆઇનાં અધિકારી સહિ‌તની ટૂકડીઓએ નિવાસસ્થાન, ગીર જંગલમાં આવેલ હરમડીયા સ્થિત ફાર્મ હાઉસ અને ધંધાકીય સ્થળોએ પહોંચી સવારથી સાંજ સુધી આઠ કલાક સુધી સઘન તપાસનો ધમધમાટ રહ્યો હતો.

પ્રાપ્ત માહિ‌તી મુજબ ગઇકાલે સીબીઆઇનાં સકંજામાં આવેલા સાંસદ દિનુ બોઘા સોલંકીનાં ૪ દિવસનાં રીમાન્ડ મંજૂર થતાંની સાથે જ ગઇકાલે મોડીરાતથી જ સીબીઆઇનાં અધિકારી સહિ‌તની ટીમ દીવ પહોંચી અને આ તપાસનું મુખ્ય કેન્દ્ર અહીં જ રાખ્યું હતું. દરમિયાન આજે સવારે સીબીઆઇનાં એસપી સહિ‌ત અધિકારીઓની ટીમે સૌ પ્રથમ દીવ પોલીસ સ્ટેશનમાં જઇ આઇ.આર.બી. અને સ્થાનિક પોલીસ મળી કુલ ૧૨ કર્મીઓ તેમજ ૬ જેટલા સરકારી તંત્રનાં અધિકારીઓને સાથે રાખી પાંચથી વધુ ગાડીઓનાં કાફલા સાથે સાંસદનાં હોમગ્રાઉન્ડ એવા કોડીનાર પહોંચી સ્થાનિક પોલીસને સાથે રાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.