• Gujarati News
  • Agriculture University Prepared Half Mound Peanut Necklace

CM આનંદીબેનના સ્વાગતની ખાસ તૈયારી, દોઢ મણ મગફળીના હાર કર્યો તૈયાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કૃષિ મેળામાં ફૂલો નહીં, કૃષિ પેદાશોથી થશે મહેમાનોનું સ્વાગત
- જૂનાગઢ કૃષિ યુનિવર્સિ‌ટીએ મુખ્યમંત્રી માટે બનાવ્યો દોઢ મણ મગફળીનો હાર
- નવા શાકભાજી, તરબૂચ, કેરી પણ અપાશે


આવતીકાલથી મોરબી ખાતે શરુ થનારા બે દિવસીય કૃષિ મેળામાં મુખ્યમંત્રી સહિ‌તનાં મહાનુભાવો જ્યારે સ્ટેજ પર ઉપસ્થિત થશે ત્યારે તેઓનું સ્વાગત ફૂલો કે પુષ્પગુચ્છ થી નહીં, પરંતુ કૃષિ જણસોથી કરવામાં આવનાર છે. જેમાં નવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ માટે જૂનાગઢ કૃષિ યુનિ. એ ખાસ દોઢ મણ મગફળીનો છ ફૂટ લાંબો હાર બનાવ્યો છે. જે તેઓને પહેરાવવામાં આવશે. પહેલી જ વખત આ પ્રકારનું સ્વાગત કરવામાં આવનાર છે.રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કૃષિ મહોત્સવ અંતર્ગત ઠેકઠેકાણે કૃષિ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.
આ વખતે મોરબી ખાતે આવતીકાલ તા. ૨૮ અને ૨૯ મે એમ બે દિવસ માટે યોજાનારા કૃષિ મેળામાં નવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહેશે. ત્યારે આ વખતે સ્વાગતની પરંપરામાં નવતર અભિગમ અપનાવવામાં આવશે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિ. નાં કુલપતિ ડો. એન. સી. પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની એવી લાગણી છે કે, સ્વાગત માટે પુષ્પગુચ્છ કે ફૂલો નહીં, પરંતુ કૃષિ પેદાશો જ હોય. જેને ધ્યાને લઇને આ વખતે કૃષિ મેળામાં સ્ટેજ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત કૃષિ જણસો થકી કરાશે. કૃષિ યુનિ. દ્વારા આ માટેની તૈયારીઓ થઇ ગઇ છે. અને એક ૨પ થી ૩૦ કિલો મગફળીનો છ ફૂટ લાંબો હાર બનાવવામાં આવ્યો છે. જે કવચિત મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પહેરાવવામાં આવશે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...