આજથી જિલ્લામાં ૧પ કૃષિ રથ ફરશે જૂનાગઢથી કૃષિરથનું કરાયું પ્રસ્થાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ૩૭૦૦ ખેડૂતને માર્ગદર્શન,૧પ૦૦ ખેડૂતોનુ સન્માન, ૧પ૦૦૦ કૃષિ કિટની થશે ફાળવણી

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે કૃષિ મહોત્સવ શરૂ થઇ ગયા છે. જૂનાગઢ જિલ્લાનાં કૃષિ મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ થશે. તે પૂર્વે આજે સવારે જૂનાગઢ બહાઉદીન કોલેજમાંથી કૃષિરથનુ પ્રસ્થાન મંત્રીએ કરાવ્યુ હતુ. જે જિલ્લાનાં ગામડાઓમાં ફરશે અને ખેડૂતોને માર્ગદર્શન આપશે. જૂનાગઢ જિલ્લામાં૩૭૦૦ પ્રગતિશીલ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. ૧પ૦૦ ખેડૂતોનુ સન્માન અને ૧પ૦૦૦ કૃષિ કીટનુ વિતરણ કરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લામાં આવતી કાલથી કૃષિ મહોત્સવનો પ્રારંભ થશે. મહોત્સવ દરમીયાન તજજ્ઞો, કૃષિ વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતોને આધુનિક ખેતીનું માર્ગદર્શન આપશે. જૂનાગઢ જિલ્લાનાં ગામડાઓમાં ૧પ કૃષિ રથ ફરશે. મહોત્સવ દરમિયાન ૩૭૦૦ પ્રગતિશીલ ખેડૂતને માર્ગદર્શન ,૧પ૦૦ ખેડૂતનુ સન્માન અને ૧પ૦૦૦ કૃષિ કીટનુ વિતરણ કરવામાં આવશે. આવતીકાલથી કૃષિ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે તે પૂર્વે આજે જૂનાગઢ હાઉદીન કોલેજ ખાતેથી કૃષિ મંત્રી બાબુભાઇ બોખીરીયાએ ગૌ પુજન અને કૃષિ પ્રદર્શન સ્ટોલનુ ઉદ્ધાટન કરી કૃષિ રથને લીલી ઝંડી આપી કૃષિ રથનુ પ્રસ્થાન કરાવ્યુ હતુ.

તેમજ આ તકે પ્રગતિશીલ ખેડૂત ઉમેશભાઇ દોમડીયા, સંદીપભાઇ ઠુંમર, મહેશભાઇ ગજેરા અને ગોરધનભાઇ ટાંકનુ મંત્રીએ સન્માન કર્યુ હતુ. આ પ્રસંગે ડીડીઓ દિલીપ રાણા,ધારાસભ્ય અરવિંદ લાડાણી, મહેન્દ્ર મશરૂ, જયોતિબેન વાછાણી, સંજય કોરડીયા, પ્રદિપભાઇ ખિમાણી, જીતુ હીરપરા, અધિક કલેકટર સંજય મોદી, પ્રાંત અધિકારી શ્રીવાસ્તવ, જિલ્લા ખેતીવાડી અધિકારી બગડા હાજર રહ્યા હતા.