• Gujarati News
  • Adult Revolver 3 Million Matta Plundered Gunpoint, Tied In A Chair In Junagadh

જૂનાગઢમાં પ્રૌઢને રિવોલ્વરની અણીએ ખુરશીમાં બાંધી 3 લાખની મત્તા લુંટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢમાં અંબીકા ચોકમાં રહેતા નાગર પ્રૌઢનાં ઘેર ભરબપોરે રાજકોટનો એક શખ્સ અને બે અજાણ્યા શખ્સો એન્ટીક વસ્તુઓ જોવા આવ્યા હતા. પ્રૌઢ એકલવાયુ જીવન જીવતા હોય તેનો લાભ લઇ લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રૌઢને રીવોલ્વર બતાવી ખુરશી સાથે બાંધી દીધા હતા અને છરી વડે હૂમલો કરી ઇજા પહોંચાડી હતી. બાદમાં તીજોરીમાંથી સોના-ચાંદીનાં દાગીના,રોકડ રકમ મળી 3 લાખની મત્તા ઉઠાવી ગયા હતા. તેમજ જતા-જતા પ્રૌઢનું મોટર સાયકલ પણ લેતા ગયા હતા.
- એન્ટીક વસ્તુઓ જાેવાનાં બહાને આવેલા ત્રણ શખ્સોનું કૃત્ય
- એકલવાયુ જીવન જીવતા હોય બાઇક પણ લઇ ગયા

જૂનાગઢનાં અંબીકા ચોકમાં રહેતા નાગર ઇન્દ્રેશભાઇ પ્રમોદભાઇ વૈષ્ણવ (ઉ.વ.68)આજે બપોરનાં 2 વાગ્યાની આસપાસ પોતાનાં ઘરે હતા. ત્યારે રાજકોટનાં સુરેશ સાવલિયા અને બે અજાણ્યા શખ્સોએ આવી એન્ટીક વસ્તુઓ જોવાનું કહી ચર્ચા કરી હતી. ત્યારબાદ તેઓ એકલવાયુ જીવન જીવતા હોવાનું જાણી આ શખ્સોની દાનત બગડી હતી અને પ્રૌઢ પર છરીથી હૂમલો કરી ડાબા હાથમાં ઘાયલ કરી દઇ રીવોલ્વર બતાવી ખુરશી સાથે બાંધી દીધા હતા.
તીજોરીની ચાવી લઇ તેને ખોલી તેમાંથી સોના-ચાંદીનાં દાગીના,મોબાઇલ, સોનાનાં તારનાં સેલા નંગ-2, થાળી, 30 થી 40 હજારની રોકડ મળી રૂપિયા 3 લાખની મત્તાની લૂંટ કર્યા બાદ ઓસરીમાં પડેલ બાઇક પણ લઇ જઇ પલાયન બની ગયા હતાં. બનાવની જાણ 108ને થતા પાયલોટ નિકુંજભાઇ ગઢવી અને ડો.જ્યોત્સના રાઠોડે ઘટના સ્થળે પહોચી પ્રૌઢને સારવાર માટે સિવિલમાં ખસેડયા હતા.

એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઇ જોષી અને પોલીસ સ્ટાફે સ્થળ પર દોડી જઇ આ શખ્સોને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. લૂંટ કરનારને નાગર પ્રૌઢ ઓળખતા હોય તેને ઝડપી લેવામાં અને વહેલી તકે ગુનો ડીટેકટ જઇ જશે એમ પીઆઇએ જણાવ્યું હતું. હાલ તો પોલીસે જૂદી-જૂદી દીશામાં તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ એન્ટીક વસ્તુઓ જોવા આવ્યા'તા
લુટ ચલાવનાર શખ્સો પ્રાૈઢ પાસેથી એન્ટીક વસ્તુઓ ખરીદવા માંગતા હોય આ પહેલા પણ વસ્તુઓ જોય ગયા હતા.આજે બપોરનાં ફોન કરી આવ્યા હતા.બાદ ઘટનાને અંજામ આપ્યો હતો.