તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Adharakarda Can Be Downloaded From The Net, The Central Government Initiatives

હવે નેટ પરથી ડાઉનલોડ કરી શકાશે આધારકાર્ડ, કેન્દ્ર સરકારની પહેલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મોટાભાગનાં વિસ્તારોમાં અને અંતિમ વપરાશકારો સુધી આધારકાર્ડ પહોંચાડવા કેન્દ્ર સરકારની પહેલ

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી બહુ હેતુ લક્ષી આધારકાર્ડ યોજના અંતર્ગત નાગરીકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. ક્યાંક કાર્ડ કાઢવા માટે લાંબી કતારો લાગે છે. તો ક્યાંક ટેકનીકલ ખામીઓને કારણે પ્રક્રિયા પૂર્ણ થઇ રહી નથી. આ તમામ કામગીરી પૂર્ણ થઇ જાય તો છ-છ માસ સુધી આધાર કાર્ડ લોકોનાં હાથમાં આવતા નથી.

પરંતુ હવે જો આધારકાર્ડ તમારા હાથમાં ન આવ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે યુઆઇડી કાર્ડ ઇન્ટરનેટનાં માધ્યમથી પણ તત્કાલ મેળવી શકાશે. સમગ્ર દેશ સાથે જૂનાગઢ જિલ્લામાં પણ આધારકાર્ડ મેળવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પરંતુ નાગરીકો સુધી આધારકાર્ડ પહોંચવામાં લાંબો સમય વિતી જાય છે. પોસ્ટ વિભાગની બેદરકારીને કારણે કરોડો લોકો આધારકાર્ડથી હજુ પણ વંચિત છે.

આગળ વાંચો : કેવી રીતે આધારકાર્ડ ડાઉનલોડ કરી શકાશે ?