તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદ ફટાકડા બજારમાં તવાઈ : ૪૬ દંડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તંત્ર જાગ્યું : દિવાળીના પર્વને ગણતરીનાં કલાકો રહ્યા છે ત્યારે એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમે ઓચિંતી હાથ ધરી કાર્યવાહી
- ઓવરસ્ટોક અને ફાયર સેફટીનાં ભંગ બદલ ગુનો પણ નોંધ્યો


દિપાવલી - નૂતન વર્ષનાં પર્વને અનુલક્ષી કેશોદમાં ફટાકડા બજાર ભરાતા એસઓજી અને સ્થાનિક પોલીસની તપાસમાં ૪૬ જેટલા વેપારીઓ પાસે ઓવરસ્ટોક અને ફાયર સેફટી પ્રત્યે દુર્લક્ષતા જોવા મળતાં તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાતાં ધંધાર્થીઓમાં ફફડાટ છવાઇ જવા પામ્યો છે.

દિપાવલી - નૂતન વર્ષનાં તહેવારોની ઉજવણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે આતશબાજી વિના આ ઉજવણી અધુરી રહેતી હોય છે. આ પર્વ નિમિતે કેશોદમાં ફટાકડા બજાર ઉભી થયેલ હોય ગઇકાલે સ્થાનિક પીએસઆઇ એન.જી. જાડેજા, એસઓજીનાં પીએસઆઇ આર.જે. ચૌધરી અને કાફલાએ ચેકિંગ હાથ ધરતાં ફટાકડાનો ઓવરસ્ટોક, આવક-જાવકનું રજીસ્ટર નહીં રાખતાં અને ફાયર સેફટી અંગે દુર્લક્ષતા જોવા મળતાં ૪૬ જેટલા વેપારીઓ સામે કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાતાં ફટાકડાનું વેંચાણ કરતાં ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે.

એસડીએમનાં જાહેરનામા મુજબ અને મેળવેલા લાયસન્સ અનુસાર સ્ફોટક પદાર્થ એક વખતનો ૧૦૦ કિ.ગ્રા. અને ચાઇનીઝ ફટાકડા એક વખતે પ૦૦ કિ.ગ્રા. રાખવાનાં હોય છે. પરંતુ તપાસણીમાં વેપારીઓ આ નિયમનો સદંતર ભંગ કરતાં જોવા મળ્યાં હતાં.

જૂનાગઢ સહિ‌તનાં નગરોમાં મોકળું મેદાન ?

કેશોદમાં ફટાકડાનું વેંચાણ કરતાં ૪૬ જેટલા વેપારીઓ પોલીસની ઝપટે ચડી ગયા છે. ત્યારે જૂનાગઢ સહિ‌તનાં નગરોમાં પણ ફટાકડા વેંચાઇ રહયાં છે. આ નગરોમાં વેપારીઓ અને ધંધાર્થીઓ નિયમ સાથે વેપાર કરી રહયાં છે કે કેમ ? એ અંગે પણ તંત્ર અને પોલીસે તપાસ કરવી જરૂરી હોવાનું જાણકારો કહી રહયાં છે.