તાલાલાના પૂર્વ ધારાસભ્યની કારને નડ્યો અકસ્માત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ડોળાસાનાં વેળવા પાસે બની ઘટના : ચમત્કારી બચાવ ડ્રાઇવરને ગંભીર ઇજા

કોડીનારનાં ડોળાસા નજીકનાં વેળવા ગામ પાસેનાં નાના પુલ પરથી બોલેરો ગાડી નીચે ખાબકતા માજી ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનો બચાવ થયો હતો. જ્યારે ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચી હતી.

મુજબ ભાજપનાં અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર આજે વ્હેલી સવારે પોતાનાં વતન કાજલી(વેરાવળ) થી બોલેરો ગાડી નં.જીજે-૧૧- એબી- ૯૧૨૬ માં રાજુલા ખાતે ગયા હતાં અને ત્યાંથી કામકાજ પતાવી બપોરનાં ૨.૩૦ વાગ્યે કાજલી આવવા નિકળ્યા હતાં ત્યારે સાંજનાં ૬.૧૫ વાગ્યાનાં અરસામાં તેમની ગાડી કોડીનારનાં વેળવા ગામ નજીકનાં નાના પુલ નજીક પહોંચી ત્યારે નીલગાય આડી ઉતરતાં ચાલક ઇસ્માઇલભાઇએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં પુલની પાળી તોડી ગાડી વોકળામાં ખાબકી હતી.

આ અકસ્માતમાં ગોવિંદભાઇને સામાન્ય ઇજા જ્યારે ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાજ ડોળાસાની ૧૦૮નાં પાયલોટ ધનસુખભાઇ અને ડૉ.જીતેન્દ્ર વાઢેળે તુરંત ઘટના સ્થળે પહોંચી બંનેને કોડીનારની રા.ના.વાળા હોસ્પિટલ ખાતે ખસેડયા હતાં. બંનેને જૂનાગઢ રીફર કરાયાં હોવાનું જાણવા મળે છે. આ બનાવનાં પગલે તાલુકાનાં ભાજપનાં અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં.