જૂનાગઢમાં પ્રેમિકાએ પુત્રીના લગ્ન માટે રૂપિયાની માંગણી, યુવાનનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢમાં એક યુવાને તેની પત્નીને અંધારામાં રાખી અન્ય મહિલા સાથે  આડા સંબંધ બાંધ્યા હતા. મહિલાએ તેની પુત્રીના લગ્ન માટે રૂપિયા માંગતા આ બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી કંટાળી જઇ યુવાને આપઘાત કરી લીધો હતો. બનાવ અંગ યુવાનની પત્ની મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

યુવાનને મહિલા સાથે આડાસંબંધો

બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ધારાગઢ દરવાજામાં રહેતા ઇકબાલ ઇસ્માઇલ શેખને પાડોશમાં રહેતી મુમતાજ સતારભાઇ પીંજારા સાથે ઘણા સમયથી આડાસંબંધ હતા. જે વાતનો ફાયદો લઇ મુમતાજે તેની દિકરીના લગ્ન કરવાના નામે ઇકબાલ પાસે રૂપિયા માગ્યા હતા. ઇકબાલે આ અંગે આનાકાની કરતા તેની સાથે ઝઘડો કર્યો હતો. 

ઘરમાં જ ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

આબાબતથી ઇકબાલને લાગી આવતા તેના ઘરમાં જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો. જો કે યુવાનના આપઘાત સમયે તેની પત્ની ફરિદાબેન અને સંતાનો માધવપુર કોઇ શોક પ્રસંગ માટે ગયા હતા. બીજા દિવસે જ્યારે મહિલા પરત ફરી ત્યારે પતિની લાશ લટકાતી જોઇ સ્તબ્ધ બની ગઇ હતી. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મહિલાએ મુમતાજ પીંજારા સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે.
અન્ય સમાચારો પણ છે...