તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેંસાણમાં યુવાને બેકારીથી કંટાળી જઈ જીવન ટૂંકાવી લીધું : અરેરાટી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભેંસાણ,વંથલીઃ ભેંસાણમાં યુવાને બેકારીથી કંટાળી જઇ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતું. જયારે વંથલીનાં કોયલી ગામની સીમમાં આદિવાસી યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ભેંસાણનાં જીન પ્લોટ વિસ્તારમાં પાછળનાં ભાગે રહેતા દલિત યુવાન સંજય કાળાભાઇ પરમાર (ઉ.વ.20)ને કોઇ કામધંધો મળતો ન હોય જેથી બેકારીથી કંટાળી જઇ શુક્રવારે સવારે ઘરે એકલો હતો ત્યારે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળે છે. મૃતક મુળ ગુજરીયા ગામનો વતની હોવાનું જાણવા મળે છે. આ બનાવમાં પીએસઆઇ ગઢવીએ કાર્યવાહી કરી હતી.

જયારે વંથલીનાં કોયલી ગામની સીમમાં મુળ મધ્યપ્રદેશનાં આદિવાસી યુવાન ભદુ મોકલોભાઇ રાઠવા (ઉ.વ.25)એ શુક્રવારે સવારે 9 વાગ્યા પહેલા કોઇપણ સમયે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતું. આ બનાવમાં હે.કો. પરમારે આગળની તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો