તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ: બાંગ્લાદેશી સગીરાના દેહને પીંખનાર, મહિલા સહિત 17ની ધરપકડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ: સમગ્ર જૂનાગઢ જિલ્લાની ધૃણાસ્પદ અને સનસનીખેજ ઘટના એવા માંગરોળમાં ચાલતા દેહ વ્યાપારના ગોરખધંધામાં પોલીસે અમદાવાદની મહિલા દલાલ, તેમજ બાંગ્લાદેશી સગીરા પર દુષ્કર્મ કરનાર 8 મળી કુલ 17 શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. સમગ્ર ઘટનામાં આરોપીઓની સંખ્યા 20 સુધી પહોંચી છે. હજુ પણ આંક વધે તો નવાઇ નહી.

બાંગ્લાદેશથી સગીરાને લાવ્યા હતા દેહ વ્યાપારમાં

બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સુરક્ષાની વાતો વચ્ચે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં બનેલી ઘટનાએ સરકારના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. બાંગ્લાદેશથી સગીરાને લાવી તેને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવા મજબુર કરવાની આ ઘટનામા પોલીસ ફરિયાદ નોંધાયા બાદ એસ.પી.નિલેશ જાજડીયાના માર્ગદર્શનમાં જૂનાગઢ એલસીબી પી.આઇ.એન.કે.વ્યાસ, એએસઓજી પી.આઇ.ડી.બી.બારડ તથા ટીમે તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો હતો.

સગીરાના દેહને પીંખી નાખનાર 17શખ્સને ઝડપી પાડ્યા

માંગરોળની વર્ષા અને શ્રીકાંત ઉર્ફે રાજુને ઝડપી લીધા બાદ અમદાવાદથી સગીરાનો સોદા કરનારી શ્રીકાંત ઉર્ફે રાજુની મા શોબીતા અજીત મંડલ,અન્ય દલાલોને ઝડપી લીધા હતા તો માંગરોળ અને શીલબારામાં સગીરાના દેહને પીંખી નાખનાર 8 શખ્સને મળી કુલ 17શખ્સને ઝડપી લીધા છે. આ ઘટનામાં કુલ બે મહિલા સહિત 20 શખ્સોને પોલીસે ઝડપી લઇ તેની પુછપરછ હાથ ધરી છે. આગામી સમયમાં હજુ પણ આ આંક વધવાની પુરેપુરી શક્યતા છે.

8 શખ્સ 3દિવસના રિમાન્ડ પર

પોલીસે સગીરા પર દુષ્કર્મ કરનાર 8 શખ્સને ઝડપી લીધા બાદ આજે તમામના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજુ કર્યા હતા.જિલ્લા મજીસ્ટ્રેટે 8 શખ્સના ના 3 દિવસના રિમાન્ડ  મંજુર કર્યા હતા.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, શ્રીકાંતે બાંગ્લાની સગીરાને 25 હજારમાં ખરીદી'તી.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો