તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદરનાં પૂર્વ ધારાસભ્યની પુત્રીનું કુવામાં પડી જતાં મોત નિપજ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસાવદરઃ વિસાવદરનાં પુર્વ ધારાસભ્ય અને રાજયનાં પુર્વ મંત્રી કનુભાઇ ભાલાળાની પુત્રી ગીતાબેન વઘાસીયા (ઉ.વ.30) મોટા કોટડા ગામે આવેલ પોતાનાં ખેતરે પતિ નિલેશભાઇ સાથે સવારનાં સમયે પાકમાં દવા છંટકાવની કામગીરી માટે ગઇ હતી. દરમ્યાન પમ્પમાંથી પાણીની જરૂરત પડતા પાસે રહેલા ખુલ્લા કુવામાં નજીકમાં રાખેલ પથ્થર પર પગ રાખી પાણી સિંચી રહ્યા હતા.
અચાનક પગ લપસી જતાં ગીતાબેન કુવામા પડી ગયા હતા. અંદર રહેલ પીઢથી માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું મોત નિપજયું હતુ. જેથી આ પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી અને તેમનાં લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. મૃતકને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળેલ છે. પૂર્વ ધારાસભ્યની પુત્રીનાં આકસ્મીક મોતનાં સમાચારથી પંથકમાં ગમગીની પ્રસરી ગઈ હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો