તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદર: દાદરગીરની વૃદ્ધાનાં બે કિડની, લીવર બે આંખનું દાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(ત્રિમૂર્તિ હોસ્પિટલમાં અમદાવાદની ટીમે સર્જરી કરી અંગો લઇ ગયા)
 
 
જૂનાગઢ: વિસાવદર તાલુકાનાં દાદરગીર ગામે રહેતા નિલમ બેન સુરેશભાઇ દેશાઇ (ઉ.વ.65)નું અકસ્માત થયું હતું. અકસ્માતમાં ઇજા પહોંચતા બ્રેઇન ડેડ થઇ ગયું હતું. સામાન્ય રીતે બ્રેઇન ડેડ થયા પછી વ્યક્તિની જીવવાની આશા નહિંવત રહે છે. તબીબની ભાષામાં તેમને મૃત જ ગણવામાં આવે છે. પરંતુ આવા વ્યક્તિનાં શરીરનાં અંગે જેવાકે બે કિડની લીવર, આંખ વગેરે કાર્યરત હોય છે. તેનું દાન કરી શકાય છે. 
 
જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી
 
વિસાવદરનાં નિલમબેન સાથે થયેલી આ ઘટના બાદ તેમના પુત્ર બિમલભાઇ અને પરિવારે દેહદાનનો નિર્ણય કર્યો હતો. આજે શનિવારની મોડી રાત્રે જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી માટે અમદાવાદની આઇ.કે.ડી. આર.એલ. આઇ.ટી.એસ હોસ્પિટલનાં ચીફ સર્જન ડો. પ્રાંજલ મોદી, આસી. સર્જન ડો. સુચિત, ડો. મિતુલ, ડો. રંજક, ડો. મિતાલી સહિતની ટીમ જૂનાગઢ આવી પહોંચી હતી. અને વૃદ્ધાના બે કિડની, લીવર અને બે આંખ સર્જરી કરી લઇ ગયા હતા. આ તકે ત્રિમૂર્તિ હોસ્પિટલનાં ડી.પી. ચિખલીયા, ડો. અમિત ભુવા હાજર રહ્યા હતા. 
 
માતાના આત્માને શાંતિ મળશે
 
બિમલભાઇએ જણાવ્યું હતું કે, આજે મારા માતાનાં બ્રેઇન ડેડ બાદ બે કિડની, લીવર અને બે આંખનું દાન કર્યું છે. જેનાથી પાંચ જીવને આ અંગો મળી રહેશે. અને મારી માતાનાં આત્માને શાંતિ મળશે.
 
અન્ય વ્યક્તિમાં અંગોનું પ્રત્યારોપણ થશે
 
નિલમબેનનાં અંગો અમદાવાદની ટીમ લઇ જશે. અને જરૂરીયાત વાળા દર્દીમાં અંગોનું પ્રત્યારોપણ કરશે. સવારે 4 વાગ્યા સુધી સર્જરી ચાલશે તેમ તબીબોએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો