જૂનાગઢ: કોણ મરી ગયુ ? વાલમ બાપા, કેવી રીતે ? બીડી પીતા પીતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢનાં જવાહર રોડ, વાંજાવાડ વિસ્તાર અને ગંધ્રપ ફળીયમાં હોળીનાં દિવસે વાલમ બાપાની ઠાઠડી કાઢવામાં આવી હતી. ગંધ્રપ વાડા યુવક મંડળ, વાંજાવાડ યુવક મંડળ અને ભીડ ભંજન યુવક મંડળ દ્વારા વાલમ બાપાનું પુતળુ બનાવવામાં આવ્યું હતું.
 
વાલમ બાપાનાં પુતળાને સળગાવી દીધુ 
 
હોળી પ્રગટે તે પહેલા વિસ્તારમાં નાનામી કાઢવામાં આવી હતી. જેમાં  કોન મરી ગયુ? વાલમ બાપા.કેવી રીતે? બીડી પીતા પીતા. આવા સુત્રો પોકારતા-પોકારતા યુવાનો વિસ્તારમાં ફર્યા હતાં. બાદ હોળી પ્રગટાવી તેમા વાલમ બાપાનાં પુતળાને સળગાવી દીધુ હતું. વ્યસન મુક્તિનાં સંદેશ સાથે વાલમ બાપાની નનામી કાઢવામાં આવે છે. ચાલુ વર્ષે વાલમ બાપાની ઠાઠડીમાં દારૂની ખાલી બોટલ પણ રાખવામાં આવી હતી.અને લોકોને દારૂ છોડવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. 
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...