તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનાનાં મોઠા ગામે બૌદ્ધ વિહારની પેશકદમી તોડાતાં આવેદન અપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(અનુસુચિત જાતીનાં લોકો દ્વારા આવેદન પત્ર અપાયા)
ઉના:ગુજરાત પ્રદેશમાં અનુસુચિત જાતિ લોકો પર અન્યાય અને અત્યાચાર અને માનસિકતા ગ્રસ્ત લોકો દ્વારા ભેદ ભાવની નીતચી અપનાવી શાસન-પ્રશાસન ન્યાય પાલિકાનો દુર ઉપયોગ કરી પછાત સમાજનાં લોકોને પરેશાન કરાતા હોવાનાં આક્ષેપ સાથે આવેદન અપાયું છે.
-ઉનાનાં મોઠા ગામે બૌદ્ધ વિહારની પેશકદમી તોડાતાં આવેદન અપાયું
-અનુસુચિત જાતિનાં લોકો પર થતાં અત્યાચાર બંધ કરો

ગત 12/2015નાં રોજ ઉના તાલુકાનાં મોઠા ગામે સમાજનાં લોકોનાં સહકારથી બૌદ્ધ વિહાર બનાવી સમાજને અર્પણ કરેલ સામાજીક ક્રાંતિની પહેલ માનસિકતાથી ગ્રસ્ત અસામાજીક તત્વોને પસંદ ન હોય શાસન-પ્રસાશનનો દુર ઉપયોગ કરી રાજકિય ઓથનાં સહારે છેલ્લા 25 વર્ષથી સુમનભાઇનાં કબ્જામાં રહેલ જગ્યા પરનાં બુદ્ધવિહારમાં બુદ્ધની મૂર્તિનું અપમાન કરી બુદ્ધ વિહારનું રક્ષણ કરતાને ટારગેટ કરી અનુસુચીત જાતિનાં લોકોને જાતિ ગાળો આપી અડધુત કરી સંપૂર્ણ ઇમારતને વ્યસ્ત કરી ધાર્મિક જાતિગત ભેદભાવ રાખી ત્રાસ અપાતો હોય તે અંગે તપાસ કરી પગલા લેવા ગુજરાત રાજ્યપાલને સંબોધીત ઉના મામઇતદારને અપાયેલ છે.
અત્રે યાદ આપવું જરૂરી છે કે, મોઠા ગામનાં સુમનભાઇ સૌદરવા હસ્તે આવેલી 6 એકર જમિન સરકારી હોય અને કલેકટર તેમજ નાયબ કલેકટર મામલતદાર દ્વારા જમીન કબજો ખાલી કરવા હુકમ થયેલ અને હુકમ અનુસંધાને પોલીસ બંધોબસ્ત સાથે સંપૂર્ણ કબજો ખાલી કરાવેલ અને સરકાર હસ્તે આ જમીન લેવાયેલ હતી. આ અંગે ભાજપનાં પૂર્વ ધારાસભ્યએ જણાવેલ કે, સામાજીક ક્રાંતિ માટે બૌદ્ધ વિહાર બનાવા અંગે મારા પાસે રજૂઆત કાર્યકરો સાથે કરવા આવેલી આ વખતે માલીકીની જમીન શોધવા અને તેના બાંધકામ અંગે પાંચ લાખની મદદ કરવા પણ જણાવેલ પરંતુ સમાજનાં નામે સરકારી જમીન દબાવી લેવી તે કાયદા વિરૂદ્ધની વાત ગણાવી હતી.
અન્ય સમાચારો પણ છે...