ઉના: ખડા ગામનો પરિવાર હોળીનાં દિવસે વાજતે-ગાજતે દિકરીની વાડ કાઢશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(દિકરાને વધાવવા વાડની પરંપરા છે)
 
ડોળાસા: ઉનાનાં ખડા ગામે એક પરિવાર હોળીનાં દિવસે દિકરીની વાડ કાઢી એક પ્રેરણાદાયી કિસ્સો દેખાડશે. ઉના તાલુકાનાં ખડા ગામે રહેતા રણછોડભાઇ સોલંકીનાં પરિવારમાં તેમનાં પત્નિ વનિતાબેન અને 3 પુત્રો અશ્વિન, રાહુલ, ભૈતિક અને એક પુત્રી શ્રધ્ધાનો સમાવેશ થાય છે અને રણછોડભાઇ માછીમારીનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે.
 
હોળીનાં દિવસે આ પરિવાર દિકરીની વાડ કાઢશે
 
અને તેમને સંતાનમાં કોઇ પુત્રી ન હોવાથી બાધા રાખી હતી કે જો દિકરીનો જન્મ થશે તો વાડ કાઢશે અને કુદરતે તેમની ઇચ્છા પુરી કરી હતી અને ગત વર્ષે હોળીનાં થોડા દિવસ પહેલા પુત્રીનો જન્મ થતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આ વર્ષે હોળીનાં દિવસે આ પરિવાર દિકરીની વાડ કાઢશે. આમ જોઇએ તો અત્યાર સુધીમાં દિકરાની જ વાડ નિકળતી હતી અને ખડા ગામની આ ઘટના પ્રેરણાદાયી છે.
 
દિકરાને વધાવવા વાડની પરંપરા છે
 
વાડ એટલે દિકરાનાં આગમનને વધારવા માટે હોળીનાં દિવસે સામૈયુ કાઢવામાં આવે છે અને સગા-સબંધીઓને ભોજન કરાવાઇ છે અને હોલીકા દહન સ્થળે જઇ ત્યાં સંતાનનાં મામા-ભાણેજને તેડી હોલીકા દહનની ચાર પરિક્રમા કરાવે છે. ખજુર, સાકર, ધાણી, મમરાની લહાણી કરવામાં આવે છે. 
અન્ય સમાચારો પણ છે...