ઊના એસ.ટી. ડેપોનાં વર્કશોપમાં મૂકેલી બસમાં અચાનક આગ ભભૂકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાઃ ઊના એસ.ટી ડેપોમાં મંગળવારે સવારે વર્કશોપમાં અચાનક બસમાં આગ લાગતા ભસ્મીભુત થઇ હતી. ઊના એસટી ડેપોમાં બસ નંબર જીજે-18-ઝેડ-0146 મંગળવારે સવારે જખૌબંદરથી આવેલ અને મુસાફરો ઉતર્યા બાદ બસને વર્કશોપમાં મૂકવામાં આવેલ અને અચાનકજ બસમાં આગ લાગતા  કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. કર્મચારીઓનાં સહીયારા પ્રયાસોથી થોડીવારમાં આગ કાબૂમાં આવી જતા હાશકારો અનુભવ્યો હતો.

જોકે બસ આગમાં ભસ્મીભુત થઇ હતી. આ બાબતે ડેપો મેનેજરનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુ કે આગ બસનાં વાયરીંગમાં શોટશર્કિટ થવાને કારણે લાગી હોય તેવુ પ્રાથમિક તારણમાં જણાઇ આવે છે. ડીસી સહીતનો સ્ટાફ ઊના આવશે અને આગ લાગવાનું કારણ શું હોઇ શકે તેનો વધુ ખ્યાલ આવી શકશે.
અન્ય સમાચારો પણ છે...