તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉના: સર્કલ ઓફિસર ભાજપનાં તા.પં. સદસ્યને વચેટીયો રાખી લાંચ સ્વીકારતા ઝબ્બે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉના: ગીરગઢડા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફીસર વતી વચેટીયા તરીકે 15 હજારની લાંચ લેતા ભાજપનાં તાલુકા પંચાયતનાં સદસ્ય અને સર્કલ ઓફીસરને ગીરસોમનાથ એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લઇ બન્ને લાંચિયાઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 
40 હજારની લાંચની માંગણી કરેલ હતી
 
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડા તાલુકાનાં વડવિયાળા ગામે રહેતા પરસોત્તમભાઇ રામજીભાઇ ગોહીલને ચૌવનું મકાન વર્ષો પહેલા મળેલુ હોય અને તેમનો આજીવન આશરો હોય મકાન પોતાનાં હકે કરવા માટે ઘણા સમયથી ગીરગઢડા મામલતદાર કચેરીમાં અરજી આપેલ અને અધિકારીઓ પાસે અવાર નવાર ધક્કા ખાવા છતાં પણ કામ થતું ન હોય અંતે મામલતદાર કચેરીનાં સર્કલ ઓફીસર ભિખા રામ મેર (હાલ રહે.ગીરગઢડા, મૂળ જુનાગઢ ટીંબાવાડી) પાસે જતા 40 હજારની લાંચની માંગણી કરેલ હતી પરંતુ પરસોતમભાઇ મોચિકામ કરી ગુજરાન ચલાવતા હોય આટલી મોટી રકમ ન હોવાનું કહેતા રહેલ પરંતુ સર્કલ ઓફીસર એકના બે ન થયા અને લાંબા સમયથી વાતચીત ચાલતી હતી. 
 
15 હજારની રકમ કામ કરી આપવાનાં નક્કી થઇ હતી
 
અંતે 15 હજારની રકમ કામ કરી આપવાનાં નક્કી થઇ હતી.બાદમાં પરસોત્તમભાઇએ આ અંગેની ફરીયાદ ગીર સોમનાથ જિલ્લા એસીબીને કરતા પીઆઇ એફ.એમ નાયબ તથા સ્ટાફનાં ભગુભાઇ ભિસરીયા ,જયંતિભાઇ માલવિયા,રજાકભાઇ ભટ્ટી,જીતુભા જાડેજા,હીરાભાઇ મનહરીસિંહ ઝાલા,કલ્પેશભાઇ મહેતાએ છટકુ ગોઠવી ગીરગઢડા પંચોને સાથે લઇ પહોંચી ગયેલા જ્યાં પરસોતમભાઇ સર્કલ ઓફીસરની ચેમ્બરમાં ગયેલ અને વાત થયા મુજબ 15 હજાર લઇને આવ્યો છું પરંતુ સર્કલ ઓફીસર મેરે જણાવેલ કે તમે જે રકમ સાથે લાવ્યા છો તે રકમ ભરતભાઇ રૂપાલાને આપી દો. 
 
રકમ ગણી ખીસ્સામાં મુકતા એસીબી ની ટીમે પંચોની હાજરીમાં રંગે હાથે ઝડપી પાડેલ 
 
આટલી વાતચિત બાદ સર્કલ ઓફીસરની ચેમ્બરની બહાર વડવિયાળા તાલુકા પંચાયતના ભાજપનો સદસ્ય ભરત લાલજી રૂપાલા સર્કલ ઓફીસરના વચેટીયા તરીકે ચેમ્બરની બહાર ઉભો હોય તેમને પરસોત્તમભાઇએ 15 હજાર આપતા આ રકમ ગણી ખીસ્સામાં મુકતા એસીબી ની ટીમે પંચોની હાજરીમાં તાલુકા પંચાયતના સદસ્યને રંગે હાથે ઝડપી પાડેલ અને તેમણે આ રકમ મારી નહી પરંતુ સર્કલ ઓફીસરની હોય તેમ કહેતા એસીબીની ટીમે સર્કલ ઓફીસરને પણ ઝડપી પાડી આ બંન્ને વિરૂધ કાર્યવાહી હાથ ધરેલ હતી. એસીબીના પી આઇ એફ.એમ નાયબે જણાવેલ હતુ કે સર્કલ ઓફીસરનાં વચેટીયા તરીકે લાંચ પંચોની હાજરીમાં સ્વીકારી અને તે વચેટીયાની ભૂમિકામાં હતો.
 
મને તો પૈસા ગણવા આપ્યા’તા :ભરત રૂપાલા
 
એસીબીનાં હાથે 15 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયેલા ભાજપનાં તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઇ રૂપાલાએ જણાવેલ હતુ કે પરસોત્તમભાઇ મારાગામનાં હતા અને મને પૈસા ગણવા આપ્યા હતા મને ખ્યાલ નથી કે આ પ્રકરણ શું છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો,મેં હાથો હાથ સ્વીકારી નથી : સર્કલ ઓફીસર..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો