તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રભાસપાટણમાં ત્રિવેણી ઘાટે ગણેશ વિસર્જન સમયે બે યુવાન નદીમાં ડુબ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેરાવળઃ પ્રભાસપાટણમાં રવિવારે ત્રિવેણી ઘાટે ગણેશ વિસર્જન સમયે બે યુવાન નદીમાં ડુબી જતાં ઉત્સવનો માહોલ શોકમાં ફેરવાઇ ગયો હતો. પ્રભાસપાટણમાં 50 થી વધુ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થયેલ હોય સાતમાં દિવસે રવિવારે સામુહિક વિસર્જન યાત્રા સોમનાથ સાનિધ્યે ત્રિવેણી ઘાટે પહોંચેલ અને ત્યાં મૂર્તિઓને વિસર્જીત કરવામાં આવી રહી હતી ત્યારે રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.29) અને વિકી બીરજુભાઇ ચોપડા (ઉ.વ.23) નદીમાં ડુબવા લાગતાં હાજર યુવાનો અને તરવૈયાઓએ ઝંપલાવી બંનેને બેભાન અવસ્થામાં બહાર કાઢી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડતાં ડો.મયુર ગૌદાણાએ બંનેને મૃત જાહેર કર્યા હતાં. આ ઘટનાને પગલે તમામ સમાજનાં આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. આ કરૂણ બનાવથી ગણેશોત્સવનો ઉત્સાહભર્યો માહોલ શોકમાં ફેરવાઇ ગયો હતો.

બે વર્ષ પૂર્વે એકજ પરિવારનાં 5 ડુબ્યાં હતાં

વેરાવળ શહેરમાં બે વર્ષ પૂર્વે ગણેશ વિસર્જન સમયે પણ એક જ પરિવારનાં પાંચ સભ્યો ડુબીને મોતને ભેટયા હતાં. ત્યારે ફરી સોમનાથ સાનિધ્યે કરૂણ બનાવ બનતાં લોકોમાં ગમગીની પ્રસરી ગઇ હતી.
અન્ય બે સ્થળે ડૂબી જવાની ઘટનાઓ અંગે વાંચો આગળની સ્લાઈડ્સમાં....
તસવીરોઃ રવી ખખ્ખર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો