વેરાવળનાં કુકરાશમાં સાવજો ઘુસ્યા, 2 ગાયનાં મારણ કરતા CCTVમાં થયા કેદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળઃ છેલ્લા કેટલાય સમયથી ગીર જંગલમાં સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ જંગલ છોડી આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આવી રહયાં છે. વેરાવળ તાલુકાના કુકરાશ ગામે ગત તા.20 ઓગષ્ટનાં રોજ ત્રણ સિંહો શિકારની શોધમાં રાત્રીનાં ગામમાં આવી ચડયા હતાં. અને બે ગાયોનું મારણ કરેલ હતું. ત્યારબાદ ગતરાત્રીનાં ફરી રાત્રીનાં એક વાગ્યા આસપાસ બે સિંહો શિકારની શોધમાં ગામની મુખ્ય બજારમાં આવી ચડયા હતાં અને બે ગાયોના મારણ કર્યા હતાં. સિંહ – દીપડા જેવા હિંસક પ્રાણીઓનાં રહેણાંક વિસ્તારમાં આવી ચડવાનાં પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.
અન્ય સમાચારો પણ છે...